ETV Bharat / assembly-elections

આદિવાસી પ્રભુત્વ ધરાવતી વાંસદા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ

Gujarat Assembly Election 2022: વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે ભાજપ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી ત્યારે આદિવાસી મતદારો કયા પક્ષને રાજતિલક કરશે એના પર સૌકોઈની મીત મંડાઈ છે.

GUJARAT ASSEMBLY ELECTION 2022
GUJARAT ASSEMBLY ELECTION 2022
author img

By

Published : Nov 13, 2022, 9:59 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

નવસારી: વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં નવસારી જિલ્લાના ચાર વિધાનસભા બેઠકો પૈકી 177 વાસદા વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ (Vansda Vidhansabha War) જમવાનો છે, ત્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના મુરતિયાઓના નામ જાહેર કરી ચૂકી છે. 177 વિધાનસભા બેઠક પર ખાસ કરીને બીજેપી કોઈ પણ ભોગે આ બેઠક ઉપર પોતાનો ભગવો લેહરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

થોડા દિવસો અગાઉ વાંસદાના ઉનાઈ ખાતેથી કોંગ્રેસના ગઢમાં વિશ્વાસ ઊભો કરવા કેન્દ્રીય પ્રધાન અમિત શાહએ આદિવાસી ગૌરવ યાત્રાને ઉનાઈ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું છે. તેથી આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપની કાંટાની ટક્કર રેહશે. આ બંને પક્ષોમાં આ બેઠક કોના ફાળે જશે અને આદિવાસી મતદારો કોને રાજતિલક કરશે એ તો મતદારોનો મિજાજ બતાવશે.

નજર કરીએ ઉમેદવારો પર

(1) આઝાદી બાદથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા બેઠક રાજકીય કારકિર્દી સરપંચથી શરુઆત કરનાર ત્યાર બાદ તાલુકા પંચાયત પ્રમુખ બની રાજકીય સફર આગળ વધારી સંઘર્ષ અને આંદોલન થકી રાષ્ટ્રીય સ્તરે આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા કોંગ્રેસના 177 વાંસદા વિધાનસભાના પૂર્વ યુવા ધારાસભ્ય (Vansda Congress Candidate) અનંત પટેલની ફરી કોંગ્રેસે મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાંચ વર્ષ દરમિયાન આદિવાસીઓ માટે કરેલા કાર્યો સંઘર્ષ અને આંદોલનના મુદ્દા ખાસ કરીને ઉજ્વલા યોજના બાદ બંધ થયેલ કેરોસીન ફરી ચાલુ કરાવવા મર્જ થતી શાળાઓને અટકાવવા જર્જરી શાળાઓ અને આંગણવાડીઓ માટે નવા ઓરડા ડુંગરાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું સમાધાન ભારત માલા પ્રોજેક્ટ તાપી પર રિવર લિંક પ્રોજેક્ટ નો વિરોધ જેવા મુદ્દાઓ સાથે તેઓ પ્રજા વચ્ચે જશે

(2) ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી પોતાનું અધૂરું સપનું પૂરું કરવા માટે 177 વાંસદા વિધાન સભા બેઠક પર પોતાનો ભગવો લહેરાવવા (Vansda BJP Candidate) પૂર્વ ધારાસભ્ય અનંત પટેલની સામે આદિવાસી યુવા ચહેરા અને નાયબ મામલતદાર પિયુષ પટેલ ને મેદાને ઉતાર્યા છે જે વિકાસના મુદ્દા લઈને પ્રજા સમક્ષ જશે

(3) વાંસદા 177 વિધાનસભા બેઠક સર કરવા માટે આમ આદમી પાર્ટી એ પણ કમર કસીને આદિવાસી મત મેળવવા માટે ધારાસભ્ય અનંત પટેલની સામે આદિવાસી ચેહરા મૂળ કોંગ્રેસના અને ત્યારબાદ બીટીએસમાં જોડાય જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા અને હાલ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા (Vansda AAP Candidate) પંકજ સી પટેલ વિધાનસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.