ETV Bharat / assembly-elections

વિધાનસભા ચૂંટણીમાં વડોદરાવાસીઓ આ સમસ્યાઓમે ધ્યાને લઈ કરશે મતદાન - vadodara total voter

Gujarat Assembly Election 2022: વડોદરા શહેર વિધાનસભા બેઠક પર સમસ્યાને લઈ ગ્રાઉન્ડ રિયાલિટી રીપોર્ટ ઈટીવી ભારત દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ બેઠક પર સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં વડોદરા શહેર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, સમશાન, દૂષિત પાણી અને ટ્રાફિકની સમસ્યાનું 27 વર્ષ બાદ પણ કોઈ નિરાકરણ નથી અને આજે પણ સ્થાનિકો સમસ્યાનો (Vadodara Assembly Primary Issue) સામનો કરતા જોવા મળી રહ્યા છે.

Vadodara Assembly Primary Issue
Vadodara Assembly Primary Issue
author img

By

Published : Nov 10, 2022, 6:05 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે, ત્યારે તમામ વિધાનસભા બેઠક પર Etv Bharat સ્થાનિક સમસ્યાને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ આપના સુધી પોહચડવાનો અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પૈકીની વડોદરા શહેર વિધાનસભા બેઠકની વાત કરીશું. વડોદરા શહેર વિધાનસભા બેઠક (Vadodara Assembly Seat) પર છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે અને છેલ્લા બે ટર્મથી રાજ્ય સરકારના હાલના કુટુંબ બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ ચૂંટતા આવ્યા છે. આ બેઠક વિસ્તારમાં આજવા સરોવર નજદીક હોવા છતાં પણ આ વિસ્તારમાં પાણીની સૌથી મોટી સમસ્યા રહી છે. સાથે જ આ વિસ્તારમાં મૃતક વ્યક્તિને અગ્નિસંસ્કાર માટે પણ વ્યવસ્થા નથી તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરના સ્થાનિક શુ કહે છે

સ્થાનિક શુ કહે છે: શહેર વિધાનસભા સમસ્યાઓ (Vadodara Assembly Primary Issue)ને લઈ સ્થાનિક તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અહીં દૂષિત પાણી, વરસાદમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સાથે આવસના મકાનોની ક્વોલિટી અને સુવિધાઓનો અભાવ છે. રોડ રસ્તા પણ ખખડધજ હાલત છે. સફાઈ, પાણી,લાઈટ, રોડ રસ્તાની સુવિધાઓનો અભાવ છે. સાથે પાર્થ જયસ્વાલે જણાવ્યું હતું કે, મતદારોમાં ઉત્સાહ બહુજ છે પરંતુ અહીં આરોગ્યલક્ષી સેવાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ અજવા રોડ વિસ્તાર છે જે આજવા સરોવરથી બિલકુલ નજીક હોવા છતાં પણ અહીં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. સાથે જ શહેર વિધાનસભા ક્ષેત્રમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ જોવા મળી રહ્યો છે. સાથે ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે. આઆ અંગે સ્થાનિક વિવેક વ્યાસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચૂંટણી જીત્યા બાદ કોઈ જોવા આવતું નથી આ વિસ્તરમાં ગંદકીના ઢગ કોઈ લેવા આવતું નથી અને આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ગંદકી અને રોગચાળો ફાટી નીકળે છે છતાં આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી.

પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પ્રાથમિક સુવિધાઓનો અભાવ

શહેરવાડી વિધાનસભા બેઠક પર મતદારો: વડોદરા શહેરની શહેરવાડી વિધાનસભા અનુસૂચિત જાતિ બેઠક (vadodara total voter) પર 2,72,000 મતદારો છે. જેમાં 1,40,811 પુરુષ મતદારો અને 1,32,048 મહિલા મતદારો છે. શહેરવાડી વિધાનસભા બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓના મતદારોની ભૂમિકા ભજવે છે. આ વિધાનસભા બેઠક પર ઓબીસી દલિત અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જેમાં 27% ઓબીસી મતદારો 17% દલિત મતદારો 13% પાટીદાર મતદારો છે. ઓબીસી અને દલિત મતદારોની સાથે સાથે પાટીદાર મતદારો વધુ હોવાના કારણે આ બેઠક પર છેલ્લી સાત ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે.

આ બેઠક પર ધારાસભ્યની સ્થિતિ: શહેર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, 1967માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 1967માં ચંદ્રકાન્ત પરીખ SWAમાંથી અને 1972માં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. 1975માં BJSમાંથી મકરંદ દેસાઈ અને 1980 પેટા ચૂંટણીમાં ભાજપમાંથી એમ દેસાઈ ચૂંટાયા હતા. 1980,85માં કોંગ્રેસમાંથી રણજીતસિંહ ગાયકવાડ અને ભીખાભાઇ રબારી ચૂંટાયા હતા. 1990 બાદ સતત સાત ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે, જેમાં 1990માં નલિન ભટ્ટ, 1995, 98, 2002, 2007માં ભુપેન્દ્ર લખાવાલા જીતતા આવ્યા હતા. વર્ષ 2012 અને 2017માં રાજ્ય સરકારના હાલના કુટુંબ બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ બે ટર્મથી ચૂંટતા આવ્યા છે. vadodara election result 2017

વિપક્ષ શુ કહે છે: વડોદરા શહેરની શહેરવાળી વિધાનસભા બેઠકની સમસ્યાને લઈ વિપક્ષ (Opposition in Gujarat Assembly Election 2022) નેતા અનિલ પરમારે જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભાજપનું શાશન અને શહેરનો પૂર્વ વિસ્તારમાં માણસના મૃત્યુ બાદ સમશાન નથી મૃતકની અંતિમવિધિ માટે રાવપુરા વિધાનસભામાં લઈ જવું પડે છે. આ સૌથી મોટી સમસ્યા છે. વડોદરા મહાનગરપાલિકા અને સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીનો નવો કોઈ પણ સ્ત્રોત ઉભો નથી કરી શક્યા. વર્ષ 1998 થઈ ગાયકવાડ શાસનમાં જે પાણી મળતું હતું તેજ મળી રહ્યું છે. ભાજપની સરકાર બાદ કોઈ નવા સ્ત્રોત લાવવામાં આવ્યા નથી લોકોને દૂષિત પાણી પીવું પડે છે. સાથે શહેરમાં ટ્રાફિકને લઈ બનાવવામાં આવતા બ્રિજ સમય મર્યાદા પૂર્ણ હોવા છતાં કામ હજુ પૂરું નથી થયું. સાથે સંજયનગર જેવા વિસ્તરના મકાનો તોડવામાં આવ્યા પરંતુ હજુ આવાસો ફાળવવામાં નથી આવ્યા. ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ બ્રિજના લોકાર્પણ કાર્ય કરવામાં આવ્યા પણ હજુ એક ઈંટ મુકવામા નથી આવી.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.