ETV Bharat / assembly-elections

પ્રકૃતિ પૂજક આદિવાસીઓએ પોતાના ઉમેદવારને જીતાડવા કરી માવલી માતાની પૂજા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે દરેક ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પોતાની કમર કસી છે. અલગ અલગ રીતે પ્રચારની સાથે દેવી દેવતાઓના શરણે પણ આશીર્વાદ લેવા માટે પહોંચે(Blessings of Gods and Goddesses) છે. વાંસદાના ભાજપાન ઉમેદવાર પિયુષ પટેલ (piyush patel bjp candidate)આદિવાસી સામાજની માવલી દેવીની પૂજા કરી હતી અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે આશીર્વાદ લીધા હતા

પ્રકૃતિ પૂજક આદિવાસીઓએ પોતાના ઉમેદવારને જીતાડવા કરી માવલી માતાની પૂજા
gujarat-assembly-election-2022-tribals-worshiped-mawli-mataji-in-a-traditional-way-to-make-their-candidate-win-in-election
author img

By

Published : Nov 27, 2022, 4:46 PM IST

નવસારી: કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ સાથે દેવી-દેવતાઓના આશિર્વાદ(Blessings of Gods and Goddesses) પણ સફળતાના સોપાન સર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ચુંટણી જંગમાં (gujarat assembly election 2022) પણ ઉમેદવારો પોતાના આરાધ્યની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયાસો પણ કરતા હોય છે. પરંતુ વાંસદામાં (vasada assembly seat) પિયુષ પટેલ વિધાનસભા (piyush patel bjp candidate) ચુંટણી લડી રહ્યો હોય આદિવાસીઓએ માવલી માતાજીની પરંપરાગત રીતે આરાધના કરી હતી(Tribals worshiped Mawli Mataji in a traditional way). જેમાં પિયુષ પટેલે પણ પૂજા કરી માવલી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.

પ્રકૃતિ પૂજક આદિવાસીઓએ પોતાના ઉમેદવારને જીતાડવા કરી માવલી માતાની પૂજા

આદિવાસીઓમાં માન્યતા: પ્રકૃતિક પૂજક આદિવાસીઓ દિવાળી બાદ અન્નની દેવી માવલી માતાજીની પૂજા કરતા હોય છે, પરંપરાગત રીતે પાંચ વર્ષે એકવાર થતી માં માવલીની પૂજામાં ગામેગામના ભગતો આવતા હોય છે, આખી રાત ભગતો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપે ગાય છે. સાથે જ અન્ય લોકો આદિવાસી વાદ્ય પાવરી, તૂર, ઢોલ વગાડી પગમાં ઝાંઝર પહેરી નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે. આદિવાસી લોકગીતો અને ભજનો ગાતા આખી રાત નીકળે છે આરાધનામાં માવલી માતાજી સહિત દેવી દેવતાઓ ભગતો અને લોકોના શરીરમાં પ્રવેશ કરી પૂજા દરમિયાન આશિર્વાદ પણ આપતા હોવાની આદિવાસીઓમાં માન્યતા છે.

ભાજપના ઉમેદવારે કરાવી પૂજા: વાંસદાના સરહદી ગામડાઓમાંના એક તારપાડા ગામે ગત રોજ આયોજિત માવલી પૂજામાં ડાંગ અને મહારાષ્ટ્રના ગામોથી પણ ભગતો આવ્યા હતા. શ્રદ્ધાથી માવલી માતાજીની પૂજા અર્ચના કરી, નાચ ગાન સાથે માતાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપમાંથી વાંસદા વિધાનસભાના ઉમેદવાર પિયુષ પટેલ માટે પણ ભગતોએ માવલી માતાજીને પ્રાર્થના કરી જીત મેળવે એવી શુભેચ્છાઓ આપી હતી. વાંસદાના ભાજપી ઉમેદવાર પિયુષ પટેલ કડકડતી ઠંડીમાં વાંસદાના ગામડાઓમાં ફરી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તારાપાડા ગામના લોકોએ પણ આદિવાસી સમાજના જ દિકરા પિયુષ પટેલ માટે માવલી પૂજા કરી હતી.

આદિવાસીઓમાં માવલી પૂજાનું અનેરૂ મહત્વ છે. હાલ પિયુષ પટેલે માતાજીની પૂજા અર્ચના કરી, ભક્તો સાથે નૃત્યમાં પણ ભાગ લઈ, માતાજીની કૃપા વરસે અને ચુંટણીમાં જીત મળે એવી પ્રાર્થના સાથે આશિર્વાદ મેળવ્યા હતા. માતાજીની આરાધના કરી આદિવાસી દિકરાને ચુંટણીમાં જીત મળે એવી આશા સેવી છે. ત્યારે પિયુષ પટેલ પર માતાજી કેટલી કૃપા વરસાવે છે એ જોવુ રહ્યુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.