અમદાવાદ : ગુજરાત વિધાનસભા બીજા તબક્કાનું મતદાન (Gujarat assembly election 2022 second phase)આજે રહ્યું છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય 21 વિધાનસભા બેઠકો ઉપર આજે મતદાન યોજાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે આવેલી નિશાન શિક્ષણ સ્કૂલની અંદરથી મતદાન (PM MODI VOTING AT NISHAN SCHOOL OF RANIP )કર્યું હતું. મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.
મતદાન આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું.
મતદાન યાદીમાં વડાપ્રધાનનું નામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોટ આપવા પહોંચ્યા ત્યારે બુથની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી છે મત આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જે મતદાર યાદીમાં શામેલ છે તેના દ્રશ્યો સામે આવ્યા હતા. મતદાન યાદી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71 વર્ષની ઉંમર છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોટ આપવા પહોંચ્યા ત્યારે બુથની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી છે મત (PM MODI VOTING AT NISHAN SCHOOL OF RANIP )આપ્યો હતો. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા.
ગઈ કાલે હીરાબાને પહોંચ્યા હતા મળવા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ગરમા ગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા. અહીં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક ચાલી રહી છે.