ETV Bharat / assembly-elections

અમદાવાદ ગ્રામ્યની સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર જામશે બિગ ફાઈટ - Sanand Bavla Seat Big Fight

Gujarat Assembly Election 2022: અમદાવાદ ગ્રામ્યની સાણંદ-બાવળા વિધાનસભા બેઠક છે. 2012માં વિરમગામ વિધાનસભામાંથી અલગ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી બે વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેનો એક-એક વાર વિજય થયો છે. જેથી આ વખતેની ચૂંટણી ભારે રસપ્રદ (Sanand Bavla Seat Big Fight ) રહે તેવી પુરી સંભાવના છે. ઉપરાંત ભાજપ, કૉંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

Gujarat Assembly Election 2022
Sanand Bavla Seat Big Fight
author img

By

Published : Nov 20, 2022, 10:36 PM IST

અમદાવાદ: ગ્રામ્ય સાણંદ-બાવળા વિધાનસભા બેઠક (Sanand Bavla Seat Big Fight ) જેમાં 2012માં વિધાનસભામાંથી અલગ કરી સાણંદ- બાવળા વિધાનસભા એક કરવામાં આવી હતી. જેમાં એક વાર ભાજપ અને એક વાર કોંગ્રેસે વિજયનો સ્વાદ ચાખ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જેથી સાણંદ બાવળા વિધાનસભા ઉપર જંગ જામશે, જેમાં ભાજપ દ્વારા પોતાના વિજેતા ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને નવા ઉમેદવાર જાહેર કર્યા છે. (Gujarat Assembly Election 2022)

Sanand Bavla Seat Big Fight
સાણંદ બાવળા વિધાનસભા બેઠક

સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારઃ સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર 2017માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા કરમશીભાઈના પુત્ર કનુ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જે વર્તમાન ધારાસભ્ય કોળી પટેલ સમાજમાં અગ્રણી તેમજ એક બિઝનેસમેન છે. તે સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, આ ઉપરાંત કોળી સમાજના અનેક સંમેલનમાં પણ મહત્વનો ભાગ આપતા જોવા મળી આવે છે.

સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવારઃ કોંગ્રેસ દ્વારા આ વખતે રમેશ કોળીને ટિકિટ આપવામાં આવી છે, જે કોંગ્રેસમાં ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા અને તાલુકા જિલ્લા કોંગ્રેસની અંદર પણ લાંબા સમયથી સતત સતત સક્રિય છે. સાણંદ તાલુકા કોંગ્રેસમાં પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. સાથે ખેતી બેન્કની અંદર વાઇસ ચેરમેન, અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસમાં સેક્રેટરી, સાણંદ તાલુકા ખેડૂત યુનિયનની અંદર પણ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે

સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારઃ આમ આદમી પાર્ટી દ્વારા આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સાણંદ-બાવળા વિધાનસભ બેઠક પર કુલદીપ સિંહ વાઘેલાને ટકીટ આપવામાં આવી છે. જે વ્યવસાયે બિલ્ડર છે. સાથે સામાજિક કાર્યકર્તા પણ છે.

સાણંદ બાવળા વિધાનસભા બેઠકનું મહત્વઃ સાણંદ બાવળા વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે તો આ બંને શહેર અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલા છે. જેમાં ખાસ કરીને સાણંદ છેલ્લા 10 થી 12 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. આ બેઠક 2012 ના વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ વિધાનસભામાંથી અલગ કરવામાં આવી હતી. જેમાં 2012માં કોંગ્રેસે સત્તા મેળવી હતી. જ્યારે 2017માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા કમશીભાઇના પુત્ર કનુ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં કનુ પટેલનો પણ 5000 થી વધુ મતથી વિજય થયો હતો. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. જેથી દરેક રાજકીય પાર્ટી કોળી સમાજને ઉમેદવાર તરીકે જાહેર કરે છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસે કોળી સમાજના ઉમેદવારને ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટી એ દરબાર સમાજના ઉમેદવારને મેદાન ઉતાર્યા છે.

Sanand Bavla Seat Big Fight
બેઠકનું મહત્વઃ

જાતિ સમીકરણ : સાણંદ બાવળા વિધાનસભા પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો SC સમાજ 21,098, ST સમાજ 4011, મુસ્લિમ સમાજ 10,813,ઠાકોર સમાજ 24,257, કોળી પટેલ સમાજ 63,771, રબારી સમાજ 10,338 અને પાટીદાર સમાજ 4264 મતદારો છે.

Sanand Bavla Seat Big Fight
મતદારોની સંખ્યાઃ

મતદારોની સંખ્યાઃ સાણંદ બાવળા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો કુલ2,75,901 મતદારો છે. પુરુષ મતદાનની સંખ્યા 1,42,321 સ્ત્રી મતદારોની સંખ્યા 1,33,571 અને અન્ય 5 મતદારો છે.

Sanand Bavla Seat Big Fight
2017 ચૂંટણી પરિણામઃ

2017 ચૂંટણી પરિણામઃ 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપમાંથી કનુ કો.પટેલ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં તેમને કુલ 67,692 અમે કૉંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ડાભીને 37,795 મત મળ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર કનુ કો.પટેલનો 5148 મતથી વિજય થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.