ETV Bharat / assembly-elections

ભાજપ કોંગ્રેસમાં બળવોઃ ટિકીટ ન મળતાં નેતાઓ અપક્ષ લડવા તૈયાર - દરા બેઠક પર નગરપાલિકાના પ્રમુખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022 ) પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના ઉમદવારોના નામની યાદી જાહેર થઈ ચુકી છે. ભાજપે 166 ઉમેદવારો અને કોંગ્રેસે 96 બેઠકોની યાદી જાહેર કરી છે. પણ કોંગ્રેસ કરતાં ભાજપમાં અસંતોષ (Rebellion of BJP and Congress) વધારે છે. નેતાઓ અને કાર્યકરોનો વિરોધ ઉડીને આંખે વળગે તેવો છે. ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ

ભાજપ કોંગ્રેસમાં બળવોઃ ટિકીટ ન મળતાં નેતાઓ અપક્ષ લડવા તૈયાર

author img

By

Published : Nov 12, 2022, 10:37 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં જેમને ટિકીટ મળી નથી. તેવા અસંતોષી લોકોની હલચલ વધી છે. નેતાઓ અને કાર્યકરો પોતાનો અવાજ રજૂ કરવા પ્રદેશ કાર્યાલય પર દોડ્યા હતા. ભાજપ હોય કે કોંગ્રેસ મોવડી મંડળે તેમની વાત સાંભળીને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.

ભાજપે 166 ઉમેદવારો અને કોંગ્રેસે 96 બેઠકોની યાદી જાહેર કરી છે પણ કોંગ્રેસ કરતાં ભાજપમાં અસંતોષ વધારે છે.

નારાજગી ચૂંટણીમાં નુકસાનકારક ગઈકાલ અને આજે આખો દિવસ ભાજપ ડેમેજ કન્ટ્રોલ (BJP damage control) કરવા માટે પ્રધાનોને જવાબદારી આપી હતી, અને ખાનગી રાહે મીટીંગો કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેમ છતાં હજી સંતોષ (BJP Dissatisfaction in Candidates) દૂર કરી શકાયો નથી. ભાજપ કોંગ્રેસનો બળવો (Rebellion of BJP and Congress) આગામી ચૂંટણીમાં નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે, તેવું ચર્ચાતું હતું.

હાઈલાઈટ્સ

ભાજપમાં ટિકીટ મુદ્દે વિરોધનો વંટોળ
રિપીટ ઉમેદવાર થતા ભાજપનાં નેતાઓ અપક્ષમાં ફોર્મ ભરવાની ફિરાકમાં
ભાજપનાં નારાજ નેતાઓની અપક્ષ તરફની દોટ
જૂનાગઢ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય (Former MLA from Junagadh district) અરવિદ લાડણી અપક્ષમાં લડવા તૈયાર
સાણંદ બેઠકનાં APMC ચેરમેન (APMC Chairman of Sanad seat) ખેંગાર સોલંકી અપક્ષમાં ચૂંટણી લડવાની હોડ
વાઘોડિયાના ધારાસભ્ય (MLA from Waghodia) મધુશ્રીવાસ્તવ અપક્ષમા દાવેદારી માટે થનગની રહ્યા છે
કેસરીસિંહ ભાજપ સાથે છેડો ફાડી આપમાં નોંધાવશે ઉમેદવારી
માતરના ધારાસભ્ય (MLA of Matar) કેશરીસિંહે પકડ્યો આપનું ઝાડુ
ઝગડીયાના ભાજપનાં તાલુકા પ્રમુખ સેવતી વસાવા પણ અપક્ષના કરી શકે છે દાવેદારી
વિજાપુરમાં રમણ પટેલને રિપીટ કરતા પી.પી.પટેલે અપક્ષમાં દાવેદારી ઉચ્ચારી ચીમકી
વિપુલ ચૌધરીને કારણે ચૌઘરી સમુદાય વિરોધમાં છે
મહેસાણા બેઠક નીતિન પટેલનો ગઢ રહ્યો છે
હાલ મહેસાણા બેઠકમાં મિતેષ પટેલને ફાળવતા સ્થાનિકોમાં જોવા મળી રહ્યો રોષ
પાદરા વાઘોડિયા કરજણમાં કાર્યકરો ખફા
પાદરા બેઠકમાં 2017માં દિનેશ પટેલ ભાજપમાંથી જીત્યા હતા
હાલ પાદરા બેઠક પર ચૈતન્યસિંહ ઝાલાને આપી છે ટીકીટ
કરજણ બેઠક પરથી અક્ષય પટેલને રીપીટ કરતા કાર્યકરો થયા ખફા
બોટાદમાં કાર્યકરો નવા ચહેરા સામે નોંધાવી રહ્યા છે વિરોધ

વડોદરમાં ત્રણ બેઠક પર ડખો વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક પર ટિકીટ કપાતા નારાજ થયેલા નેતાઓ અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી કરતાં આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને જવાબદારી સોંપી અને તેઓ ખાનગી બેઠકો કરીને ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

હર્ષ સંઘવી વડોદરા દોડી આવ્યા વડોદરામાં કરજણ (Karjan seat in Vadodara) બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ધારાસભ્ય બનેલા અક્ષય પટેલને રિપિટ કરવામાં આવતાં કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ નારાજ થયા છે અને અપક્ષમાં ચૂંટણી લડવા તૈયારી કરી છે. પાદરા બેઠક પર નગરપાલિકાના પ્રમુખ (President of the municipality on the Padra seat)પાદરા બેઠક પર નગરપાલિકાના પ્રમુખ) ચૈતન્યસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવતાં પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા)એ પણ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પહેલા પત્ની અને પછી પોતે અપક્ષમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી નાંખી હતી. આમ વડોદરામાં ત્રણ બેઠકોનું જોખમ ઉભુ થતાં ભાજપનું મોવડીમંડળ દોડતુ થયું હતું.

કોંગ્રેસમાં વિરોધનો સૂર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે ત્રણ યાદી પણ જાહેર કરી દીધી છે પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘણી બધી જગ્યાએથી સ્થાનિક નેતાઓને ટિકીટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે.

સમાજની ટિકીટ માટે માંગ સ્થાનિક નેતાઓના માંગમાં જોઈએ તો કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન સામે ઠક્કરબાપા નગરના સ્થાનિક કાર્યકર્તા દ્વારા ટિકીટ માંગવામાં આવી રહી હતી, જેમાં મદનલાલ જેસવાલ દ્વારા ટિકીટ માંગવામાં આવી છે. વિરમગામમાં વિધાનસભાથી ઠાકોર સમાજના લોકોએ ટિકીટ માંગી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી યોગપલસિંહ ગોહિલે ટિકીટ માંગી છે.

ટિકીટની માંગ સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા કાર્યકર્તાઓ
આ ઉપરાંત જમાલપુર વિધાનસભા બેઠકો પરથી શાહનવાઝ શેખને ટિકીટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. યુથ કોંગ્રેસ અને એને NSUI દ્વારા પણ ચાર ટિકીટ માંગવામાં આવી છે. યુથ કોંગ્રેસના 4 દાવેદારોએ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. (1) દરિયાપુર ડો.સુભાન સૈયદ(પ્રદેશ પ્રવકતા યુથ કોંગ્રેસ), (2) જમાલપુર શાહ નવાઝ શેખ (AICC), (3) ધંધુકા હરપાલસિંહ ચુડાસમા (યુથ પ્રમુખ) અને કોડીનાર નરેન્દ્ર સોલંકી (પ્રમુખ) ટિકીટ માંગી છે. કડી વિધાનસભા બેઠક ઉપરથી સેનમાં સમાજને ટિકીટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

ભાજપએ કેડર બેઈઝ પાર્ટી ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપએ કેડર બેઈઝ પાર્ટી છે. અમારો કાર્યકર અમારો ભગવાન છે. કાર્યકર્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ પ્રેમ કરે છે. કેટલાક નારાજ કાર્યકરો ભાજના પ્રદેશ કાર્યાલય આવ્યા હતા. અમે તેમને સાંભળ્યા છે. તેમનો અવાજ અમે મોવડીમંડળ સુધી પહોંચાડી દઈશું. તેનો યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં અમે પ્રયત્ન કરીશું.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.