ETV Bharat / assembly-elections

ટેક્લોલોજી આવી તો કોંગ્રેસે ગોટાળા કર્યા, અમે ભ્રષ્ટાચારનો મૃત્યુઘંટ વગાડ્યો- PM મોદી - ભાજપે ઉદય કાનગડને ટીકીટ આપી

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં (In Rangila Rajkot, the capital of Saurashtra) ચારે બેઠક ઉપર હાલ ભાજપનો ભાગવો લહેરાઈ રહ્યો છે. એવામાં આ વખતે ભાજપ દ્વારા ચારેય વર્તમાન ધારાસભ્યોના પત્તા કટ કરીને નવા જ ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રવાસના છેલ્લા દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે 2G ઘોટાળો કરનારી કોંગ્રેસ હતી.

રાજકોટ પૂર્વમાં એક ટર્મ કોંગ્રેસ તો એક ટર્મ ભાજપ પાસે રહેલી બેઠકનું કંઈક આવું છે ગણિત
gujarat-assembly-election-2022-rajkot-east-profile-political-history-where-pm-modi-railly
author img

By

Published : Nov 28, 2022, 9:01 AM IST

Updated : Nov 28, 2022, 9:56 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં (In Rangila Rajkot, the capital of Saurashtra) ચારે બેઠક ઉપર હાલ ભાજપનો ભાગવો લહેરાઈ રહ્યો છે. એવામાં આ વખતે ભાજપ દ્વારા ચારેય વર્તમાન ધારાસભ્યોના પત્તા કટ કરીને નવા જ ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે 2G ઘોટાળો કરનારી કોંગ્રેસ હતી.

ભ્રષ્ટાચારનો મૃત્યુઘંટ: વડાપ્રધાન મોદીએ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે 2G ઘોટાળો કરનારી કોંગ્રેસ હતી અને આજે મારો દેશ કોઈપણ પ્રકારના ઘોટાળા વગર 5Gના સપના જોવે છે, 5Gની દિશામાં આગળ વધે છે. આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. નાના મોટા સ્પેરપાર્ટ રાજકોટમાં બને છે. એક જમાનો હતો, આ ગુજરાતમાં સાયકલ નહોતી બનતી, આજે ગુજરાત હવાઈ જહાજ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેક્લોલોજી આવી તો કોંગ્રેસે ઘોટાળા કર્યા, અમે ભ્રષ્ટાચારનો મૃત્યુઘંટ વગાડ્યો.

'ભાગલા પાડો ને રાજ કરો'કોંગ્રેસની વિચારધારા: વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આ ચૂંટણી ગુજરાત વિકસિત, સમૃદ્ધ અને નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની છે. કોંગ્રેસ પાર્ટીની મૂળભૂત વિચારધારા છે 'ભાગલા પાડો ને રાજ કરો'. હવે આ ગુજરાત કે આ દેશ, દેશને તોડવાવાળી તાકાતોને ક્યારેય મદદ કરવા તૈયાર નથી. કોંગ્રેસના શાસનમાં ધીમે ધીમે આખા દેશમાં બરબાદી આવી. રોજ બોમ્બ બ્લાસ્ટની ખબરો આવતી હતી અસુરક્ષાનું વાતાવરણ હતું. રાજકોટ શહેરમાં આજે આખરી સભા સંબોધતાં કહ્યું કે પહેલી તારીખે જયારે મતદાન છે ત્યારે રાજકોટમાં મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નથી લડતા. આ ચૂંટણી ગુજરાત પ્રજા લડી રહી છે. દરેક જગ્યાએ મને જનતાનો અભૂતપૂર્વ પ્રેમ ખૂબ મળે છે. તેણે જ પરિણામો નક્કી કરી દીધા છે.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

રાજકીય ઇતિહાસ: રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એક એટલે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક. વર્ષ 2010ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર વર્ષ 2012માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુની જીત થઈ હતી. કોંગ્રેસનાં ઇન્દ્રનીલ રાજયગુરુ 4286 મતોની લીડ સાથે જીત્યા હતા. જ્યારે ભાજપમાંથી કશ્યપ શુક્લને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક કોંગ્રેસના મિતુલ ડોંગા અને ભાજપના અરવિંદ રૈયાણીની ટક્કર થઈ હતી. જેમાં 22782 મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી. (Rajkot East Political History)

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

બેઠક પર મતદારોની સંખ્યા: રાજકોટ પૂર્વ એટલે કે વિધાનસભા 68 બેઠક પર કુલ મતદારોની સંખ્યા (Rajkot East Population ) આશરે 258580 છે. જેમાં આશરે 136972 પુરુષ મતદારો અને 121608 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. બેઠક પર લેઉઆ પટેલનું પ્રભુત્વ છે. આ સાથે કડવા પટેલ, લઘુમતિ, દલિત, કોળી અને માલધારી સમાજની પણ વસતિ છે. લેઉવા પટેલ 19%, કોળી 15%, દલિત 15%, લધુમતી 15%, કડવા પટેલ 5% અને અન્ય 31% મતદારોની વસ્તિ છે. જ્યારે સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના આ બેઠક પર નોંધાયા છે.

રાજકોટ પૂર્વ બેઠકની ખાસિયત
રાજકોટ પૂર્વ બેઠકની ખાસિયત

બેઠકની ખાસિયત: રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠકના મત વિસ્તારની વાત કરીએ તો અહીં એશિયાનું સૌથી મોટું ઈમિટેશન ઘરેણાનું હબ આ જ વિધાનસભા બેઠકમાં આવેલું છે. સાથે જ અહીં અનેક ગૃહ ઉદ્યોગો આવેલા છે. મધ્યવર્ગીય મતદારો ધરાવતા આ વિસ્તારના મતદારોનો મિજાજ અનોખો છો. વર્ષ 2010માં રાજકોટની જૂની બેઠક નંબર 1ના બે ભાગ થયા. નવા સીમાંકન મુજબ રાજકોટ એક બેઠકના બે ભાગ પડયા છે. રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ. જિલ્લામાં નવા સીમાંકનની સૌથી વધુ અસર રાજકોટ 1 બેઠકને થઈ છે. રાજકોટ પૂર્વની નવી રચાયેલી બેઠક નંબર 68ની વાત કરીએ તો તેમાં વોર્ડ નંબર 5, 16, 17, 18, 19, 20 આમ આ છ વોર્ડનો રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવેશ થાય છે.

રાજકોટ પૂર્વ બેઠકની માગ
રાજકોટ પૂર્વ બેઠકની માગ

સ્થાનીકોની માંગ: રાજકોટ પૂર્વ બેઠક જૂના રાજકોટમાં આવે છે. રાજકોટના અન્ય વિસ્તારો કરતા તેનો વિકાસ ઓછો થયો છે. અહીંના લોકોનો મુખ્ય પ્રશ્ન પાણીની અછતનો છે. લોકો વર્ષોથી પાણીની માંગ કરી રહ્યા છે. આ સાથે જ અહીં ટ્રાફિકની સમસ્યા પણ છે. અહીંની સૂચિત સોસાયટીઓ રેગ્યુલરાઈઝ નથી થઈ. આ સિવાય અનેક પ્રશ્નો છે, જેમાં રસ્તા ગટર સફાઈ અને આરોગ્ય સહિતના અનેક પ્રશ્નો છે. સફાઈ કામદારો વારંવાર જુદી જુદી માંગણીઓને લઇને હડતાલ પર ઉતરી જાય છે, જેને લઈને સ્થાનિકોને સમસ્યાનો સામનો કરવો પડે છે.

Last Updated : Nov 28, 2022, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.