ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણી તૈયારી પુર્ણ;બે લાખથી પણ વધુ કર્મચારીઓ લાગશે કામે - દૈનિક વધારાનું ભથ્થું આપવાની પણ જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) લઈને ગુજરાત ચૂંટણી પંચ (election commision of gujarat) સંપૂર્ણ રીતે સજ્જ છે.પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલી ડિસેમ્બરે યોજવાની છે. જેમાં 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 51,839 મતદાન મથકો અને 2,20,288 જેટલો મતદાન સ્ટાફ નિમણુક કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી તૈયારી પુર્ણ;
ગુજરાત વિધાનસભા ચૂંટણી તૈયારી પુર્ણ;
author img

By

Published : Nov 27, 2022, 5:25 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly election 2022) હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે(election commision of gujarat) તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.મતદાન ગણતરીના મથકો તેમજ સ્ટ્રોંગ રૂમ (poling station ans strong room) પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે. અંદાજિત ગુજરાતમાં બે લાખથી પણ વધુ કર્મચારીઓ સમગ્ર ચૂંટણીના કામમાં (over 2 lakh employee join in election work) જોડાશે. જેને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા દૈનિક વધારાનું ભથ્થું આપવાની પણ જાહેરાત (announced the payment of daily additional allowance) કરી છે.

ચૂંટણી તૈયારી પુર્ણ: મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું.વિધાનસભાની ચૂંટણીઓ માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે જ્યારે 14 જિલ્લાની 93 બેઠકો માટે તા.5 મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. બન્ને તબક્કાના મતદાન માટે મતદાન મથકો અને મતદાન સ્ટાફનું જરૂરી તમામ આયોજન પુર્ણ કરી દેવામાં આવ્યું છે.

4 કરોડથી વધુ મતદારો: પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. એમ બંને તબક્કામાં થઈ 2,53,59,863 પુરૂષ, 2,37,74,146 મહિલા અને 1,391 ત્રીજી જાતિના મળી કુલ 4,91,35,400 મતદારો નોંધાયા છે.રાજ્યમાં સર્વિસ મતદારોની કુલ સંખ્યા 27,877 છે. પ્રથમ તબક્કામાં 9,371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9,606 સેવા મતદારો જ્યારે બીજા તબક્કામાં 17,607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18,271 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કુલ 1621 ઉમેદવારો: વિધાનસભાની ચૂંટણી-2022માં વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 823 ભારતીય મતદારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં 125 પુરૂષ અને 38 મહિલાઓ મળી 163 મતદારો તથા બીજા તબક્કામાં 505 પુરૂષ અને 155 મહિલાઓ મળી 660 વિદેશમાં વસતા ભારતીય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.બે તબક્કામાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 જ્યારે બીજા તબક્કામાં 764 પુરૂષ અને 69 મહિલા મળી કુલ 833 હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1,482 પુરૂષ અને 139 મહિલા મળી વિવિધ રાજકીય પક્ષ-અપક્ષના કુલ 1,621 હરિફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

51,839 મતદાન મથકો: રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 6,215 શહેરી મતદાન મથક સ્થળો પૈકી પ્રથમ તબક્કામાં 3,331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે. જ્યારે 11,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 16,416 મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. આમ રાજ્યભરમાં 29,357 મતદાન મથક સ્થળો પર કુલ 51,839 મતદાન મથક આવેલા છે.રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ તથા 79,183 વીવીપેટનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ તથા 38,749 વીવીપેટ જ્યારે બીજા તબક્કામાં 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

વધારાનું ભથ્થું આપવામાં આવશે: ચૂંટણી કમિશન દ્વારા જે પણ સરકારી કર્મચારીઓ આ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. તેવા તમામ કર્મચારીને વધારાનું ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટેગરી પ્રમાણે 500થી લઈને 3500 આપવામાં આવશે. સાથે જે મતદાન પૂર્ણ થયા બાદ AVM મશીન સાથે બીજા દિવસના સવાર સુધી ફરજ બજાવશે તેવા કર્મચારીને બીજા દિવસનું પણ ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.