વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે 23, નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે ( PM Modi Visit Vadodara)આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન પહેલાની પૂર્વ તૈયારીઓ બે દિવસ પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે. આજે વડોદરાના નવલખી મેદાન ( Navlakhi Helipad Ground ) ખાતે વડાપ્રધાનની મુલાકાત પહેલા હેલિપેડ પર હેલિકોપ્ટર રિહર્સલ માટે આવી પહોંચ્યું છે.
વહીવટી તંત્ર પૂર્વ તૈયારીઓમાં જોતરાયું ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં બે તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે. ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો માહોલ જમાવી રહ્યા છે. તેવામાં આગામી 23, નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi Visit Vadodara)સંસ્કારીનગરી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પહેલાં સ્થાનિક વહીવટી તંત્ર પૂર્વ તૈયારીઓમાં જોતરાયું છે.
વડોદરા પોલીસે સ્થળ સમીક્ષા કરી બે દિવસ પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આજે નવલખી મેદાન હેલિપેડ પર હેલિકોપ્ટર રિહર્સલ કરવા આવી પહોંચ્યું છે. સતત લોકોથી ધમધમતા નવલખી વિસ્તારમાં ( Navlakhi Helipad Ground ) અચાનક હેલિકોપ્ટર લેન્ડ કરાતા અવરજવર કરનારાઓમાંં આકર્ષણ જોવા મળ્યું હતું.