ETV Bharat / assembly-elections

સાવલી બેઠક પર કેતન ઇનામદારે ઉમેદવારી ફોર્મ ભર્યુ, કહ્યું કે મારો મુકાબલો કોઇ સાથે છે જ નહીં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ચૂકી છે. જેને લઈને દરેક પક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કેતન ઇનામદારે સાવલી બેઠક પરથી ભોળાનાથના આશીર્વાદ લઈને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

સાવલી બેઠક પર કેતન ઇનામદારે ઉમેદવારી ફોર્મ ભર્યુ, કહ્યું કે મારો મુકાબલો કોઇ સાથે છે જ નહીં
સાવલી બેઠક પર કેતન ઇનામદારે ઉમેદવારી ફોર્મ ભર્યુ, કહ્યું કે મારો મુકાબલો કોઇ સાથે છે જ નહીં
author img

By

Published : Nov 14, 2022, 11:05 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જાહેર થઇ ચુકી છે. જેમાં ભાજપે પ્રથમ યાદીમાં જ વડોદરા જિલ્લાની સાવલી બેઠક (Savli seat of Vadodara district) પર કેતન ઇનામદારને રિપીટ કર્યા છે. પોતાના જનસંપર્ક માટે જાણીતા કેતન ઇનામદાર આજે સાવલી બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

મારો મુકાબલો કોઇની સામે છે જ નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ અને સાવલી વિધાનસભા બેઠકના પ્રત્યે લોકોમાં વિચારધારા ભલે કોંગ્રેસની હોય પરંતુ દિલમાં તો કેતન જ છે.

ભોળાનાથના આર્શીવાદ લઇને ઉમેદવારી ફોર્મ ભર્યું કેતન ઇનામદાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચે તે પહેલા મહાદેવના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. જ્યાં ભોળાનાથના આર્શીવાદ લઇને ઉમેદવારી ફોર્મ (Nomination form on Savli seat) ભરવા માટે પહોંચ્યા હતા. સમર્થકોએ ફુલ હારથી સ્વાગત કર્યુ હતુ અને આ તકે કેતન ઇનામદારે રેલી કાઢી હતી. ખુલ્લી જીપમાં સવાર થઇને રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જંગી બહુમતીથી જીત મેળવીને જઇશું કેતન ઇનામદારે જણાવ્યુ હતુ કે, મારો મુકાબલો કોઇની સામે છે જ નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ અને સાવલી વિધાનસભા બેઠકના પ્રત્યે લોકોમાં વિચારધારા ભલે કોંગ્રેસની હોય પરંતુ દિલમાં તો કેતન જ છે. દર વખત કરતા આ વખતે જંગી બહુમતીથી સાવલી વિધાનસભા બેઠક (Savli assembly seat) પર અમે જીત મેળવીને જઇશું.

ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ઉપરાંત અન્ય સ્થાનિક પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ધસારો રહેશે. પ્રથમ તબક્કાના તમામ પક્ષે ઉમેદવારો જાહેર કરી દીધા છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.