ETV Bharat / assembly-elections

વડોદરાની માંજલપુર વિધાનસભા પર પણ ત્રિપાંખીયા જંગની રસપ્રદ વાર્તા - Manjalpur Congress Candidate

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારીઓ પુર જોશમાં જોવા મળી રહી છે. માંજલપુર (145) વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, વિનય ચૌહાણને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે NCP માંથી છેડો ફળનાર ડો.તશ્વિનસિંગને ટિકિટ આપી અને ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય યોગેશ પટેલને 8મી વાર રિપીટ કરવામાં આવ્યા છે. તો શું આ વર્ષે પરિણામોમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન વાંચો ETV BHARATના વિશેષ અહેવાલ બીગેસ્ટ સ્ટોરીમાં. (Etv bharat manjalpur biggest story)

Gujarat Assembly Election 2022
Manjalpur Assembly Seat Result
author img

By

Published : Nov 18, 2022, 8:34 PM IST

વડોદરા : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે માંજલપુર (145) વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. આ સાથે ત્રિપાંખીયા જંગના મંડાણ સર્જાઈ રહ્યા છે. (Etv bharat manjalpur biggest story)

Manjalpur Assembly Seat
મતદારો

આમ આદમી પાર્ટી વિનય ચૌહાણ: માંજલપુર વિધાનસભા બેઠક પર વિનય ચૌહાણને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ (Manjalpur Aap Candidate) આપવામાં આવી છે. તેઓ ગાંધીનગર ખાતે વર્ષ 2019માં થયેલ માજી સૈનિક આંદોલનથી જોડાયા હતા. તેઓ વર્ષ 1999માં ભારતીય સેનામાં જોડાયા અને 2013માં નિવૃત થયા હતા. ત્યારબાદ તેઓ પણ પ્રાઇવેટ કંપનીમાં એચ આર તરીકેની કામગીરી કરી હતી. તેઓ મજીસૈનિક આંદોલનથી આમ આદમી પાર્ટીમાં સમર્થન આપી જોડાયા હતા. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય તરીકેની ભૂમિકા ભજવી હતી. તેઓને આપ દ્વારા માંજલપુર વિધાનસભા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે અને તેઓ માંજલપુર વિધાનસભામાં એક ફોજી તરીકે આગવી ઓળખ ધરાવે છે.

Manjalpur Aap Candidate
આમ આદમી પાર્ટી વિનય ચૌહાણ

કૉંગ્રેસ ડો.તશ્વિનસિંગ: માંજલપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે NCP માંથી છેડો ફળનાર ડો.તશ્વિનસિંગને ટિકિટ આપી છે. તેઓ ખૂબ ઓછા સમયથી કૉંગ્રેસ (Manjalpur Congress Candidate) પાર્ટીમાં જોડાયા છે અને તેઓ વ્યવસાયે રાવપુરમાં છેલ્લા 22 વર્ષથી ડેન્ટિસ્ટ ડોક્ટરે તરીકે કામગીરી કરી રહ્યા છે. સાથે તેઓના પતિ પણ વ્યવસાયે ડોક્ટર છે અને છેલ્લા 26 વર્ષથી કામગીરી કરી રહ્યા છે તેઓ માંજલપુર ખાતે આવેલ વલ્લભ ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા છે ત્યારે લોકોમાં ખુબજ સંપર્કમાં હોઈ ટિકિટ અપાઈ હોવાની ચર્ચા છે સાથે શરૂઆત માં તેઓને ટિકિટ આપતા કાર્યકર્તાઓ નારાજ થયા હતા પરંતુ હવે આ નારાજગી માંજલપુર બેઠક માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.

Manjalpur Congress Candidate
કૉંગ્રેસ ડો.તશ્વિનસિંગ

ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલ: માંજલપુર બેઠક પર ભાજપ (Manjalpur Bjp Candidate) સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય યોગેશ પટેલને 8મી વાર રિપીટ કરવામાં આવ્યા છે. યોગેશ પટેલ વર્ષ1990 માં જનતા પાર્ટી પક્ષમાંથી રાવપુરા વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ 1995 માં ભાજપ માંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ સતત પાંચ ટર્મ રાવપુરા અને બે ટર્મથી માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટાયા છે ત્યારે ભાજપે ફરી એકવાર ઉંમરનો ક્રાઈટેરિયા વટાવી 8મી વાર ધારાસભ્ય તરીકેની ટિકિટ મળી છે. ફરી એકવાર યોગેશ પટેલ અંતિમવાર ચૂંટણી લડવા માંગે છે ત્યારે અંતિમ ચૂંટણી સૌથી વધુ માર્જિનથી જીતીશ તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Manjalpur Bjp Candidate
ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલ

બેઠક પર કુલ મતદારો: વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા (Manjalpur Assembly Seat) જનરલ બેઠક પર કુલ 2,63,161 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,35,536 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,27,619 નોંધાયા છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ ની વાત કરવાના આવે તો ઓબીસી અને મરાઠી મતદારો સૌથી વધુ છે, જ્યારે પાટીદાર, બ્રાહ્મણ, વૈષ્ણવ, એસી, એસટી સહિત અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે.

Manjalpur Assembly Seat
2017નું પરિણામ

આ બેઠક પર અગાઉના પરિણામ: 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી યોગેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને કૉંગ્રેસ પક્ષ તરફથી ચિરાગ ઝવેરી આમને સામને હતા. જેમાં યોગેશ પટેલને 1,05,036 મત મળ્યા હતા તો ચિરાગ ઝવેરીને 46,674 મતોથી હારનો સામનો (Manjalpur Assembly Seat Result) કરવો પડ્યો હતો. આ બેઠક 2012 થી અસ્તિત્વમાં આવી છે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ ચાલતી હતી. પરંતુ આ વખતે ભાજપ કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટી પણ સામેલ થતા ત્રિપંખીયો જંગ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.