કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાતો થઈ ચૂકી છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે તો હજુ પણ અમુક રાજકીય પક્ષો દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા નથી. કચ્છ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી દ્વારા તમામે તમામ છ સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છ સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે.
માંડવી વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની (Assembly seat in Kutch district) 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી મુંદ્રા, (Mandvi Assembly Seat) અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે (Gujarat Assembly Election 2022 ) વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેવા પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકમાં કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.
માંડવી વિધાનસભા બેઠક માંડવી બેઠક પર 1,31,978 પુરુષ, 1,25,380 મહિલા, અન્ય 1ની સંખ્યા સહિત કુલ 2,57,359 મતદાર નોંધાયા છે.કચ્છની માંડવી વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.
ક્યાં ક્યાં ઉમેદવાર માંડવી બેઠક પર જાહેર માંડવી વિધાનસભા બેઠક (Mundra assembly seat) કે જ્યાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત સમાજના પ્રમુખ (President of the Kutch Rajput Society) વિરેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા હતા. જેમને આ વર્ષે રીપિટ તો કરાયા છે પરંતુ આ વખતે તેઓ અન્ય બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપ પક્ષ તરફથી કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના પ્રદેશ કોષાધ્યક્ષ કૈલાશ દાન ગઢવીને ટીકીટ આપવામાં આવી છે. માંડવી બેઠક પર કોંગ્રેસે ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જાડેજા હજુ 13 દિવસ અગાઉ ગત 29 ઓક્ટોબરે કોંગ્રેસમાં જોડાયાં હતા! રાજેન્દ્રસિંહ ભાજપશાસિત માંડવી તાલુકા પંચાયતમાં ઉપ પ્રમુખપદે હતા અને માંડવી એપીએમસીમાં ડાયરેક્ટર છે. એપીએમસીની ચૂંટણીના અધ્યક્ષપદની શેષ અઢી વર્ષની ટર્મ માટે જાડેજા સહિત ભાજપના ત્રણ આગેવાનોએ ભાજપના મેન્ડેટનો અનાદર કરીને ચેરમેનપદે પ્રવિણ વેલાણીને રીપીટ જાહેર કરી દેતાં ભાજપે ગત જૂલાઈમાં જાડેજા સહિત ત્રણેની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી. આ બેઠક પર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પણ પ્રબળ મજબૂત દાવેદાર ગણાતાં હતા.
2017 માંડવી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વર્ષ 2017માં (Gujarat Assembly Election 2017) માંડવી વિધાનસભા બેઠક (Mandvi Assembly Seat)માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં માંડવી મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,24,902 મતદારો પૈકી કુલ 1,60,132 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 72 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,60,060 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ઉપરાંત 1685 મત NOTA ને મળ્યા હતા અને 1016 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા.માંડવી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને 79,469 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા. 2017માં માંડવીની વિધાનસભા બેઠક માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ 79,469 મત મેળવી વિજેતા બન્યા હતા. વીરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતના તફાવતથી વિજેતા બન્યા હતાં.
માંડવી વિધાનસભા બેઠકની ખાસિયતો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર એટલે માંડવી ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે. તાલુકામાં માંડવી શહેર ઉપરાંત 103 ગામો આવેલાં છે. તાલુકાની કુલ ભૂમિ પૈકી 64,130 હેક્ટર ભૂમિ ખેતીને લાયક છે. 4,534 હેક્ટર જેટલી જંગલભૂમિમાં બોરડી, બાવળ, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો આવેલાં છે. 37,360 હેક્ટર જમીન ઉજ્જડ છે. 10,900 હેક્ટર જમીનમાં ગૌચર આવેલાં છે. 5,239 હેક્ટર જમીન અન્ય ઉપયોગમાં લેવાય છે. 20,000 હેક્ટર જેટલી જમીન પડતર રહે છે, જ્યારે 46,330 જમીન વાવેતર હેઠળ લેવામાં આવેલી છે. તે પૈકી આશરે 30,000 હેક્ટર જમીનમાં ખાદ્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે, જોકે વરસાદની વધઘટને કારણે વાવેતરની જમીનમાં વધઘટ થતી રહે છે.
માંડવીમાં બાંધણી અને ભરતકામનો ગૃહ-ઉદ્યોગ ઘઉં, જુવાર, બાજરી અને મગ અહીંના મુખ્ય ખાદ્ય પાક છે. કળથી, શેરડી, કપાસ, મગફળી, તલ, એરંડા અને ઘાસ રોકડિયા પાક તરીકે લેવાય છે. આ તાલુકામાં 117 કિમી.ની નહેરો અને 12 જેટલા પાતાળકૂવા છે. કૂવાઓથી પણ સિંચાઈ કરવામાં આવે છે. વરસાદની અનિયમિતતાને કારણે હેક્ટરદીઠ પાકના ઉત્પાદનમાં વધઘટ રહ્યા કરે છે. તાલુકાના મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દરિયાકિનારે મચ્છીમારી થાય છે. તાલુકામાં તેમજ માંડવીમાં બાંધણી અને ભરતકામનો ગૃહ-ઉદ્યોગ વિકસ્યો છે. આ કામમાં ખત્રી, મોચી, રબારી તેમજ અન્ય વર્ણના લોકો રોકાયેલા છે. અહીં વહાણો બાંધવાનો ઉદ્યોગ ઘણા જૂના વખતથી ચાલે છે.
સિમેન્ટના પાઇપ તથા હાથવણાટના કાપડનો લઘુઉદ્યોગ મુખ્યત્વે કોટિયા પ્રકારના વહાણો બાંધવામાં આવે છે. સિમેન્ટના પાઇપ તથા હાથવણાટના કાપડનો લઘુઉદ્યોગ પણ વિકસ્યો છે. ખનીજોમાં રેતી, ચિરોડી, બૉક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગમાટી, ચિનાઈ માટી અને રંગીન માટી પણ મળે છે.તાલુકાના બધાં ગામડાંનું વીજળીકરણ થયું છે. માંડવી ઉપરાંત તાલુકાનાં ગામોમાં વાણિજ્ય-બૅંકોની શાખાઓ છે. આ ઉપરાંત સહકારી બૅંકો પણ છે. તાલુકામાં કુલ 653 કિમી.ના (પાકા અને કાચા) રસ્તા છે. આ તાલુકામાં રેલસુવિધા નથી. લખપતથી ઉમરગામ સુધીનો, મુંબઈને જોડતો કંઠાર-ધોરી માર્ગ માંડવી નજીકથી પસાર થાય છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળા છે. અન્ય શિક્ષણસંસ્થાઓ માંડવી ખાતે છે.
માંડવી વિધાનસભા બેઠકની માગ માંડવી (Mandvi Assembly Seat) એક પ્રવાસન સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પરંતુ માંડવીમાં જ્યારે પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટે છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ સર્જાય છે અને મુખ્ય ધોરીમાર્ગ પણ ખૂબ સાંકડો છે જે પહોળો કરવાની પણ માંગ સ્થાનિકે ઊભી થાય છે. ઉપરાંત અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ સ્વચ્છતા જળવાતી નથી, રખડતા ઢોરનો ત્રાસ છે તો સ્લમ વિસ્તારોમાં ગટરના પાણીની સમસ્યા પણ અનેક વાર ઉદભવતી હોય છે તો બીજી બાજુ અનેક વાર વાયદાઓ કરવામાં આવેલા વિકાસના કાર્યો થંભી ગયા છે.