ETV Bharat / assembly-elections

Gujarat Assembly Election 2022 : NOTA મતદારોને ચૂંટણી પંચનો વિશેષાધિકાર - What is Nota

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે, ત્યારે હવે તમામ મતદારોના મનમાં એકજ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે, કે કયા નેતાને પોતાનો અમુલ્ય મત આપવું. જેમાં અમુક સિટ પર જે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, તેમાંથી ઘણી વાર જનતાને તે ઉમેદવાર ના પસંદ પણ હોય છે, પરંતુ તેમને મતદાતેએ પોતાનો કિંમતી મત અચૂક પણે આપવો છે. તો તેમના માટે Nota બટનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હોય છે.

GUJARAT ASSEMBLY ELECTION 2022
NOTA - NONE OF THE ABOVE
author img

By

Published : Nov 16, 2022, 4:39 PM IST

વડોદરા : ‘પ્રજા દ્વારા, પ્રજા માટે અને પ્રજાનું જ શાસન લોકતંત્ર છે’ – અબ્રાહમ લિંકનની આ પ્રસિદ્ધ ઉક્તિ લોકતંત્રની સૌથી સરળ અને પ્રચલિત પરિભાષા છે. લોકતંત્રની આ વ્યવસ્થામાં પ્રજા જ સર્વોપરી છે અને તેમના દ્વારા ચૂંટાયેલા ઉમેદવારો તેમનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ, લોકતંત્રના મહાપર્વ એટલે કે ચૂંટણીમાં જો પ્રજાને કોઈ પણ ઉમેદવાર પસંદ ન આવે, અથવા તો કોઈ પરિસ્થિતિઓમાં યોગ્ય ઉમેદવાર જ નજર ન આવે તો પ્રજા શું કરે ?.. આ સવાલના જવાબ માટે જ નોટા (NOTA)ના રૂપમાં ભારતના ચૂંટણી પંચે સમાધાન આપ્યું છે. (What is Nota)

મતદારોને વિશેષ અધિકાર NOTA

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોટા: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં યોજાવા જઈ રહી છે, મતદારો પોતાના મનપસંદ ઉમેદવારોને મત આપીને વિધાનસભામાં તેના પ્રતિનિધિ ચૂંટશે, પરંતુ શું તમને ખબર છે કે, જે મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા નથી માગતા, આમ છતાં મતાધિકારનો ઉપયોગ કરવા માગે છે અથવા તો પોતાના વિસ્તાર/વિધાનસભા ક્ષેત્રમાં ઉભેલા ઉમેદવારોમાંથી તેમને કોઈ પણ ઉમેદવાર યોગ્ય નથી લાગતું. તેવા સંજોગોમાં શું ? આવી પરિસ્થિતિમાં મતદાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોટા (NOTA - NONE OF THE ABOVE)નું બટન દબાવી શકે છે.

મતદારોને વિશેષ અધિકાર: ચૂંટણી પંચ દ્વારા મતદારોને એક વિશેષ અધિકાર આપવામાં આવે છે. જેને નોટા તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં ઉભેલા તમામ ઉમેદવારોને નાપસંદ કરવા માટે થાય છે. નોટાનું બટન ઈ. વી. એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) (EVM) માં સૌથી છેલ્લે ગુલાબી રંગનું હોય છે. જેનો ગુજરાતીમાં અર્થ ‘આપેલ પૈકી એક પણ નહિ’ એવો થાય છે. જ્યારે મતદાન કરતી વખતે, તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારો તમારી ઇચ્છા મુજબ નથી, ત્યારે નોટાનું બટન દબાવીને તમે ઉભેલા ઉમેદવારમાંથી તમે કોઈ પણને મત આપવા ઇચ્છતા નથી, તેવું વલણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકો છો.

ભારતમાં નોટાની શરૂઆત સુપ્રીમ કોર્ટના વર્ષ-2013માં આપવામાં આવેલા એક આદેશ બાદ થઈ હતી. એક કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે પ્રજાને મતદાન માટે નોટાનો પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ આદેશ બાદ નોટાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવનાર ભારત વિશ્વનો ૧૪મો દેશ બની ગયો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતના ચૂંટણી પંચે વર્ષ-2013માં જ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદારોને નોટાનો વિકલ્પ આપ્યો હતો. અને ત્યારબાદ તેનો દેશભરમાં અમલ કરવામાં આવ્યો હતો.

કોઈ પણ ઉમેદવારને મત મળતો નથી: મતદાર જો નોટા બટનનોનો ઉપયોગ કરે તો કોઈ પણ ઉમેદવારને મત મળતો નથી. મતગણતરી દરમિયાન નોટાનાં મત ગણવામાં આવે છે, પરંતુ તેને અમાન્ય મત કહેવામાં આવે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, કુલ મતદાનના સૌથી વધુ મત નોટાને મળે એટલે કે અમાન્ય મત હોય તો પણ પરિણામ ઉપર કોઈ અસર થતી નથી.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા ઉમેદવારો સરકારમાં જાય અને લોકોની અપેક્ષા મુજબ કાર્યો કરે તથા તેમનો અવાજ વિધાનસભા/લોકસભામાં રજૂ કરે. પરંતુ જ્યારે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો લોકોની ઈચ્છા મુજબના ન હોય, ત્યારે તેવી પરિસ્થિતિમાં NOTA બટનની જરૂર પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.