ETV Bharat / assembly-elections

સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપના અરવિંદ રાણાની 13942 લીડથી જીત - BJP candidate Arvind Rana won

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly election 2022) સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર અરવિંદ રાણાની 13942ની સરસાઈથી જીત થઇ છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠક-159 (Surat east assembly constituency) પર કુલ 62.90 ટકા મતદાન નોધાયું છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાઈ ફોર્મ ભર્યું હતું. પરંતુ લાંબા વિવાદ બાદ તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું  તેના લીધે આ બેઠક પર હાઇ-વોલ્ટેઝ ડ્રામા થયો હતો જેને કારણે આ બેઠક ચર્ચામાં આવી હતી.

Etv Bharatસુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર અરવિંદ રાણાની 13942 લીડથી જીત

author img

By

Published : Dec 6, 2022, 8:28 PM IST

Updated : Dec 8, 2022, 2:12 PM IST

સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly election 2022) સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર અરવિંદ રાણાની 13942ની સરસાઈથી જીત થઇ છે. જયારે કોગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળાને હારનો સોમનો કરવો પડ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly election 2022) સુરતમાં કુલ 7 વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. જેમાં સુરત પૂર્વ (Surat East assembly constituency) એક મહત્વની બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ જીતી રહ્યો છે. સૂરત પૂર્વ ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાંની 159 નંબરની બેઠક છે. આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાઈ ફોર્મ ભર્યું હતું પરંતુ લાંબા વિવાદ બાદ તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું તેના લીધે બેઠક હાઇ-વોલ્ટેઝ બની હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

કાંટાની ટક્કર: સુરત બેઠક ભાજપનો ગઢ છે. સુરતની અન્ય 6 બેઠકોની જેમ આ બેઠક ભાજપના દિગ્ગજ ગણાતા નેતા કાશીરામ રાણાની હોમપીચ કહી શકાય છે. સુરતની તમામ બેઠક પર તમામ પક્ષોની નજર રહેતી હોય છે. આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ જીતી રહ્યું છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપ જીતતુ્ં આવ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ ભાઈ રાણાએ કોંગ્રેસના નીતિનભાઈ ભરૂચાને 13,347 મતોથી હરાવીને જીત મેળવી હતી. તેમણે ફરીથી ભાજપે ટિકિટ આપી છે. અહિ મુસ્લિમ અને રાણા સમાજના લોકો જે મત આપે તે નિર્ણાયક હોય છે. કોંગ્રેસે અહિથી મુસ્લિમ ઉમેદવાર અસ્લમ સાયકલ વાળાને ઉમેદવાર બનાવ્યા છે.

સિટ પર કેટલા ટકા મતદાન: સુરત પૂર્વ વિધાનસભા બેઠક-159 પર કુલ મતદારો 213664 છે. જેમાં પુરૂષ મતદારો 108266 અને સ્ત્રી મતદારો 105381 છે. જેમાં 62.90 ટકા મતદાન થયું છે. જયારે 2017 વિધાનસભા ચૂંટણીમાં 67.25 ટકા મતદાન થયું હતું. 2017ની સરખામણીએ મતદાન ઓછુ થયું હતું.

સિટ પરના ઉમેદવારો: 159 સુરત પૂર્વ બેઠક પર 14 ઉમેદવાર ચુંટણી લડી રહયા છે. ત્યારે આ બેઠક પર ભાજપે અરવિંદ રાણાને ટીકીટ આપી છે તો કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાળાને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાઈ ફોર્મ ભર્યું હતું પરંતુ લાંબા વિવાદ બાદ તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું.

જ્ઞાતિ સમિકરણ: સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે હિન્દુઓમાં રાણા સમાજના મતદારો સૌથી વધુ છે. જ્ઞાતિવાર મતદારોની સંખ્યા જોવામાં આવે તો, મુસ્લિમ 69,689, ખત્રી સમાજ 20,331, વહોરા સમાજ 8,558, અનુસૂચિત જાતિ 5,068, પટેલ 6,396, મોઢ વણિક 11,894, રાણા સમાજ 22,132, મરાઠી સમાજ 2,607, અનુસૂચિત જનજનજાતિ 7,752, અને ખારવા સમાજ 3,380 છે. આ સાથે જ અહીં 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે, જેના કારણે મોટાભાગે અહીં પાતળી સરસાઈથી હારજીત થતી જોવા મળે છે.

મતદાન સમયે શું માહોલ હતો: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ કંચન જરીવાલાને મેદાને ઉતાર્યા હતાં. કંચન જરીવાલાએ તમામ પ્રકારની સુરક્ષા વચ્ચે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ત્યારબાદથી તેઓ અને તેમનો પરિવાર અચાનક જ ગાયબ થઇ ગયો હતો. આપના નેતાઓ આરોપ લગાવતાં હતાં કે ભાજપના કાર્યકરોએ તેમનું અપહરણ કર્યું છે. ત્યારબાદ આજે સવારમાં તેમણે કોઇ કારણોસર પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતું. તેના લીધે બેઠક હાઇ-વોલ્ટેઝ બની હતી.

Last Updated : Dec 8, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.