ETV Bharat / assembly-elections

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ભાજપના ડો. દર્શીતા શાહની 1 લાખથી વધુની રેકોર્ડબ્રેક જીત - રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદાન

રાજકોટ પશ્ચિમ બેઠક (Gujarat Assembly Election Rajkot Seat) ભાજપ માટે સૌથી સેફ સીટ માનવામાં આવે છે. આ સીટ પરથી ચૂંટણી લડનારને હંમેશા સરકારમાં પ્રધાન પદ મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે.

ઉમેદવારથી પ્રઘાનનું પદ અપાવનારી બેઠક એટલે રાજકોટ પશ્ચિમ બેઠક, જાણો શું છે તેની ખાસિયત અને કોણ મારશે બાજી

author img

By

Published : Dec 6, 2022, 8:11 PM IST

Updated : Dec 8, 2022, 2:12 PM IST

રાજકોટઃ રાજકોટના રાજકારણમાં ભાજપ માટે સૌથી સેફ અને વિશ્વાસનો હિમાલય (Gujarat Assembly Election Rajkot Seat) વ્યક્ત કરી શકાય એવી બેઠક એટલે રાજકોટ 69. જેમાં કુલ છ જેટલા વૉર્ડનો સમાવેશ થાય છે. આ બેઠકને રાજકોટ પશ્ચિમ બેઠકથી પણ ઓળખવામાં આવે છે. આ વખતેનું રાજકીય ગણિત જોતા (Rajkot Assembly Seat) આ બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ (Dr.Darshita shah BJP) મેદાને ઊતાર્યા છે. જેઓ રાજકોટના ડો. મેયર તરીકે પણ રહ્યા હતા.

ભાજપની દર્શિતા શાહ આગળ: ગુજરાત ચૂંટણી 2022ના પરિણામોમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ભાજપના ડો. દર્શીતા શાહે 1 લાખથી વધુની રેકોર્ડબ્રેક જીત મેળવી છે. બેઠક પર ભાજપના ડો. દર્શીતા શાહ, કોંગ્રેસના મનસુખ કાલરીયા અને આપના દિનેશ જોશી વચ્ચે ખરાખરીનો જંગ હતો.

રાજકોટ પશ્ચિમનો ઇતિહાસ: આ જ બેઠકને ધ્યાને લઈને વાત કરવામાં આવે તો સ્વ. અરવિંદ મણિયાર, સ્વ. ચિમન શુક્લ, એ પછી વજુભાઈ વાળા, છેલ્લી બે ટર્મથી વિજય રૂપાણીને સૌથી વધારે મત મળતા રાજકોટ શહેરના રાજકીય ઈતિહાસમાં રેકોર્ડ બન્યો હતો. રાજકોટથી જ હાલ વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીએ રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રી કરી હતી. એ સમયે વજુભાઈ એ પોતાની બેઠક ખાલી કરતા નરેન્દ્ર મોદી એ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચ્યા હતા. જ્ઞાતિ-જાતિના પ્રચાર કરતા પક્ષની મજબુતી આ બેઠક પર વધારે છે. સૌથી ખાસ અને નોંધવા જેવી વાત એ છે કે, આ બેઠક પરથી જે કોઈ વિજેતા થયું એને સરકારમાં મોટું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં મહત્ત્વના ખાતા મળતા મોટું કદ પણ પ્રાપ્ત થયેલું છે. જેમ કે, રૂપાણી અને વાળા.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકનું મહત્વ: રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું જોર વધુ છે. જ્યારે આ બેઠકને વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2002માં યોજાયેલી પેટા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અહીંથી ( Rajkot West Assembly Seat ) વિધાનસભાના ઉમેદવાર બન્યા હતા અને તેઓ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્ય બન્યા હતા અને ગુજરાતના સીએમ બન્યા હતા. જ્યારે વર્ષ 2017 ની ચૂંટણીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને મુખ્યપ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા. ત્યારે આ બેઠકને હાઈ પ્રોફાઈલ બેઠક (Gujarat Assembly Election 2022 ) માનવામાં આવે છે.

કદ્દાવર નેતાઓ સાઈડલાઈન: કોંગ્રેસે પાટીદાર પાસાને ધ્યાને લઈને (Rajkot Congress) મનસુખ કાલરીયા પર આ બેઠક માટે પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ બેઠક પરના ઈતિહાસ પરથી એવું કહી શકાય કે, આ વિસ્તારની પ્રજા જ્ઞાતિ, જાતિ અને ધર્મને હાંસિયામાં રાખીને માત્ર સત્તા પર રહેલા પક્ષને ધ્યાને લે છે. સૌરાષ્ટ્રના રાજકીય ચિત્ર પર નજર કરવામાં આવે તો જે કદાવર અને મજબુત નેતા હતા એ આ વખતે સાઈડલાઈન છે. અર્થાત કોઈ સિનિયર સત્તાના સંગ્રામમાં નથી. હવે તો પ્રજાનો મુડ બદલાશે તો આ વખતે આ બેઠક પર કોઈ નવું ચિત્ર જોવા મળી શકે છે. બીજી તરફ મુદ્દો એ પણ અસર કરે છે કે, વજુભાઈ એ પોતાના નજીકના ગણાતા વ્યક્તિ માટે ટિકિટની અપીલ કરી હતી.

કોણ મારશે બાજી
કોણ મારશે બાજી

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર: ભાજપ દ્વારા આ વખતે ડોક્ટર દર્શિતા શાહ (Darshita Shah )ને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક (Rajkot West Assembly Seat) પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડોક્ટર દર્શિતા શાહ (BJP candidate for Rajkot West assembly seat) બે ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાય છે અને તેઓ રાજકોટના બે વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર કક્ષાના ઉમેદવારને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. દર્શિતા શાહ પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડે છે. જ્યારે તેમના પિતા અને દાદા સંઘ સાથે જોડાયેલા હતા અને વડાપ્રધાન મોદીની નજીક હતાં.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર: કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયાએ (Mansukh Kalaria) પાટીદાર નેતા છે. જ્યારે તેઓ રાજકોટના વોર્ડ નંબર 10 માંથી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. આ સાથે જ કાલરીયા (Congress candidate for Rajkot West assembly seat) કોંગ્રેસમાં સતત પ્રયત્નશીલ નેતાની છાપ પણ ધરાવે છે. જ્યારે પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat) પર પાટીદાર મતદારોનો દબદબો જોવા મળે છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી મનસુખ કાલરીયાને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આપ ઉમેદવાર: રાજ્યોની તમામ બેઠક પર આ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજકોટની હાઈ પ્રોફાઈલ પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat )પરથી આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોશીને ટિકિટ આપવામાં આવી છે. દિનેશ જોષી (AAP candidate for Rajkot West assembly seat) બ્રહ્મસમાજના ગાંધીગ્રામ વિસ્તારના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ તેઓ છે અને આમ આદમી પાર્ટીમાં સક્રિય છે. જેને લઈને આ વખતે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

જ્ઞાતિ સમીકરણો: રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ( Rajkot West Assembly Seat )કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા: રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક (Rajkot West Assembly Seat )પર કુલ 353947 મતદારો છે.જેમાંથી 1,79,559 પુરુષ મતદાર છે. જ્યારે 1,74, 382 સ્ત્રી મતદાર છે. આ ઉપરાંત 6 અન્ય મતદાર છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદાન: રાજકોટની આઠ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન (Voting on Rajkot West assembly seat) પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજકોટ શહેરમાં થઈ રહેલા મતદાન દરમિયાન મતદાનના ગુપ્તતાના ભંગના વીડિયો વાઇરલ થતાં તંત્રમાં દોડધામ થઈ જવા પામી હતી. સોશિયલ મીડિયામાં 3 વીડિયો વાઇરલ થયા હતા. જેમાં પ્રથમ વીડિયોમાં બીજા વીડિયોમાં રાજકોટની વિધાનસભા 70 દક્ષિણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર હિતેશ બથવારને અને વીડિયોમાં ભાજપના ઉમેદવારને મત આપ્યાનું દેખાયું હતું. રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠક પર 51.66 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ રાજકોટ રૂરલમાં 61.42 ટકા તો સૌથી ઓછું રાજકોટ પશ્ચિમમાં 42.99 ટકા મતદાન નોંધાયું છે.

અગાઉની 2017ની વિધાનસભા ચૂંટણીનો જંગ: વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતાં અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની (Rajkot West Assembly Seat ) ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.

Last Updated : Dec 8, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.