ETV Bharat / assembly-elections

આપના CM ફેસ ઈસુદાન ગઢવીનો કારમો પરાજય

ગુજરાતના રાજકારણમાં(gujarat legislative assembly 2022) દાયકાઓ બાદ ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દાખલ થઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ખંભાળિયા બેઠક (khambhalia assembly seat) પરથી આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી (khambhalia seat isudan gadhavi) 15,000 મતથી હારી ગયા છે. (gujarat assembly Election 2022)

ભાજપ-કોંગ્રેસના ગઢમાં આપે હાથ નાખ્યો, ખંભાળિયામાં ઈસુદાન ફાવશે કે પછી બેઠક પણ મુશ્કેલ, 8 ડિસેમ્બરે થશે સ્પષ્ટ

author img

By

Published : Dec 8, 2022, 7:19 AM IST

Updated : Dec 8, 2022, 1:05 PM IST

દ્વારકા : ગુજરાતના રાજકારણમાં(gujarat legislative assembly 2022) દાયકાઓ બાદ ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દાખલ થઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ખંભાળિયા બેઠક (khambhalia assembly seat) પરથી આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી (khambhalia seat isudan gadhavi) 15,000 મતથી હારી ગયા છે. (gujarat assembly Election 2022)

ભાજપ-કોંગ્રેસના ગઢમાં આપે હાથ નાખ્યો, ખંભાળિયામાં ઈસુદાન ફાવશે કે પછી બેઠક પણ મુશ્કેલ, 8 ડિસેમ્બરે થશે સ્પષ્ટ
ભાજપ-કોંગ્રેસના ગઢમાં આપે હાથ નાખ્યો, ખંભાળિયામાં ઈસુદાન ફાવશે કે પછી બેઠક પણ મુશ્કેલ, 8 ડિસેમ્બરે થશે સ્પષ્ટ

2017ની ચૂંટણી : 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 30 બેઠકો મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 18 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, પ્રારંભિક વલણોમાં, આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મૂળુભાઈ બેડાથી 2253 મતોથી આગળ હતા. ચોટીલામાંથી આમ આદમી પાર્ટીના કરપડા રાજુભાઈ મેરામભાઈ પણ આગળ છે. બોટાદમાંથી પણ મકવાણા ઉમેશભાઈ નારણભાઈ આગળ છે. 2017માં આ તમામ સીટો કોંગ્રેસ પાસે હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આ વખતે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભા 2022માં એકંદરે 66.31 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017માં 71.28 ટકા મતદાન થયું હતું. જણાવી દઈએ કે ગુજરાતમાં પહેલીવાર ભાજપ 1995માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકારમાં આવી હતી. આ પછી મુખ્યમંત્રી બદલાતા રહ્યા, પરંતુ ગુજરાતમાં માત્ર ભાજપ જ સત્તામાં રહી.

ભાજપ-કૉંગ્રેસનો ગઢ : ત્રિ-પાંખિયા જંગમાં મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી બેઠક લાવશે તે પર સૌની નજર છે. ખંભાળિયા બેઠક પર ભાણવડ વિસ્તારના ગ્રામ્ય તથા શહેર મહત્વના ગણાય છે. તેમાં જે આગળ રહે તે વિજેતા બની શકે તેવી પરિસ્થિતિ છે. આ વચ્ચે ગત ચૂંટણીમાં કોંગ્રેસને જંગી લીડ અપાવનાર ખંભાળિયા તાલુકાના સલાયા તથા વાડીનાર વિસ્તાર કે જે અગાઉ પણ કોંગ્રેસ માટે ફાયદારૂપ સાબિત થયા હતા. આ વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા પણ ભાગ પડે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

ત્રણેય પાર્ટીના ઉમેદવાર : હાલ આ ખંભાળિયા વિધાનસભા બેઠક (Khambhalia Assembly Constituency) પર કૉંગ્રેસમાંથી આહીર સમાજના અને સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ટિકીટ (Vikram Madam Congress Candidate For Khambhalia) આપવામાં આવી છે. તો ભાજપે પૂર્વ પ્રધાન તો આમ આદમી પાર્ટીમાંથી મુખ્યપ્રધાન પદના ચેહરા ઈસુદાન ગઢવીને (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) મેદાને ઉતારવામાં આવ્યા છે. એટલે સમગ્ર ચૂંટણીમાં ખુબ જ રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કૉંગ્રેસનો ગઢ રહી છે આ બેઠક છેલ્લા 1970થી 1995 સુધી આ સીટ પર કૉંગ્રેસનો કબજો રહ્યો હતો. ત્યારબાદ 1995થી 2014 સુધી ભાજપ અને ત્યારબાદ 2014થી 2022 સુધી હાલ કૉંગ્રેસ આ સીટ (Gujarat Election 2022) જીતતી રહી છે.

રાજકીય સમીકરણો : ગત ચૂંટણીની વાત કરીએ તો, આ સીટ (Khambhalia Assembly Constituency) પર જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમએ (Vikram Madam Congress Candidate For Khambhalia) આ સીટ પર ભાજપના દિગ્ગજ કારું ચાવડાને 10,000 કરતા કરતાં પણ વધુ મતથી મ્હાત આપીને જીત મેળવી હતી. ત્યારે હાલના ધારસભ્ય વિક્રમ માડમની વાત કરવા જતાં જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો આયાતી ધારાસભ્ય હોઈ બીજા જિલ્લામાં રેહતા હોવાથી લોકોને ભાગ્યે જ આ ધારાસભ્ય જોવા મળતા હોય તેવું લોકોએ જણાવ્યું હતું.

જાતિગત સમીકરણો : 2017માં વિક્રમ માડમને 79779 મત અને ભાજપના કારુ ચાવડા ને 68891 મત મળ્યા હતા કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાંથી આહીર સમાજના ઉમેદવાર છે. ત્યારે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) ચારણ સમાજમાંથી આવે છે, જેના 14,000 જેટલા જ મતો છે, પરંતુ તેમના દ્વારા ખેડૂત, વિદ્યાર્થી, યુવા, આઉસોર્સિંગ કર્મચારીઓ, આંગણવાડી, મઘ્યાહન ભોજન કર્મીઓ વિગેરે બાબતે અને લોઅર મિડલ ક્લાસ પરિવાર મોંઘવારીના મુદ્દા જેવી બાબતે મતદારો આપ તરફ સ્વિપ થતાં આ બેઠક પર ખૂબ જ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

કુલ મતદારો : ખંભાળિયા બેઠક (Khambhalia Assembly Constituency) પર કુલ 2,98,237 મતદારો છે. અહીં આહીર સમાજના 54157 મત સાથે પ્રભુત્વ છે. આ બેઠક પર બીજા લઘુમતી સમાજ 46119 મત સાથ ખૂબ જ નિર્ણાયક છે. તો સતવારા સમાજ પણ 32978 મત ખુબ જ મહત્વ ધરાવે છે. અહીં આહીર મતદારો સૌથી વધુ છે અને એ જ કારણ છે કે, વર્ષ 1970થી લઈને અત્યાર સુધી અહીં ફકત એક જ વાર 2007 સતવારા સમાજના ઉમેદવાર જીત્યા હતા. તે સિવાય તમામ ચૂંટણીમાં કૉંગ્રેસ હોય કે ભાજપ આહીર સમાજ સિવાય અન્ય કોઈ સમાજના ઉમેદવારને જીત નથી મળી.

કોણ છે ઈસુદાન ગઢવી : ખેડૂત પરિવારમાં જન્મ એક પત્રકાર તરીકે કારકીર્દી શરૂ કરીને આજે રાજકારણ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) મહત્વના નેતા તરીકે ઓળખાતા ઈસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982માં જામખંભાળિયાના પીપળિયા ગામમાં થયો હતો. પત્રકારત્વમાં તેમની કારકિર્દીની શરૂઆતમાં ‘યોજના’ નામના લોકપ્રિય દૂરદર્શન શૉમાં કામ કર્યું હતું. વર્ષ 2007થી 2011 સુધી તેમણે પોરબંદરમાં ક્ષેત્રીય પત્રકાર તરીકે ETV ન્યૂઝ ગુજરાતીમાં કામ કર્યું હતું. બાદમાં તેમણે તેમના ન્યૂઝ શૉંમાં ગુજરાતના ડાંગ અને કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વનનાબૂદીના 150 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેના પછી ગુજરાત સરકારને પગલાં લેવાની ફરજ પડી હતી. દક્ષિણ ગુજરાતની ખાનગી ચેનલમાં કામ કર્યા બાદ તેમને અન્ય એક ચેનલમાં બ્યૂરોચીફ તરીકે જવાબદારી મળી હતી. તેમને તે જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી જેમાં તેમના એક કાર્યક્રમ નામના ટીવી શૉના કારણે તેમની લોકપ્રિયતા સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેઓ મધ્યમ વર્ગ, ખેડૂતો લગતા પ્રશ્નો સરકાર સમક્ષ મૂકતા હતા. આના કારણે તાલુકા અને ગામડા લેવલ તેમનું કદ દિવસેને દિવસે વધતું ગયું હતું. બીજી તરફ સરકાર સામે અનેક સવાલો કરવા છતાં કોઈ નિરાકરણ બહાર ન આવતા તેમણે વિચાર્યું કે, આ ગંદકી સાફ કરવા માટે મારે પોતે ગંદકીમાં પડવું ઉતરવું પડશે. એટલે તેમણે પત્રકારત્વ છોડી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

Last Updated : Dec 8, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.