ETV Bharat / assembly-elections

કોંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયા કુમારનો અમદાવાદમાં રોડ શો, ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં શું દાવો કર્યો જૂઓ - ઇમરાન ખેડાવાલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022 ) માટે કોંગ્રેસે આજે સપાટો બોલાવ્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારક ( Congress star campaigner )અને યુથ આઇકન કનૈયા કુમારનો અમદાવાદમાં રોડ શો ( Kanaiya Kumar road show in Ahmedabad ) યોજાયો હતો. જમાલપુર ખાડીયા વિધાનસભા ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ( Jamalpur Khadia Seat candidate Imran Khedawala )ના સમર્થનમાં યોજાયેલા રોડ શો દરમિયાન ઈટીવી ભારત સંવાદદાતાએ કનૈયા કુમાર સાથે વિશેષ વાતચીત કરી હતી.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયા કુમારનો અમદાવાદમાં રોડ શો, ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં શું દાવો કર્યો જૂઓ

author img

By

Published : Nov 21, 2022, 9:17 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022 ) ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ખૂબ જ ઝંઝાવાત રીતે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક ( Congress star campaigner ) અને યુથ આઇકન કનૈયા કુમારનો આજે અમદાવાદમાં રોડ શો ( Kanaiya Kumar road show in Ahmedabad ) યોજાયો હતો. જમાલપુર ખાડીયા વિધાનસભા ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ( Jamalpur Khadia Seat candidate Imran Khedawala )ના સમર્થનમાં યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ વખતે જમાલપુર ખાડિયામાંથી ઇમરાન ખેડાવાળાને ફરીથી ટિકિટ આપી છે ત્યારે ઇમરાન ખેડાવાલાને જીત અપાવવા માટે કનૈયા કુમાર અમદાવાદ આવ્યા હતાં. જમાલપુર વિધાનસભામાં રોડ શો દરમિયાન ખૂબ જ ભારે પ્રમાણમાં પબ્લિક જોવા મળી હતી. દરમિયાન ઈટીવી ભારત સંવાદદાતાએ કનૈયા કુમાર સાથે વિશેષ વાતચીત કરી હતી.

ગુજરાતના લોકો દેશને રસ્તો બતાવે છે

પ્રશ્ન તમે કોંગ્રેસના યુવા પ્રચારક છો, ત્યારે યુથ આઇકન તરીકે તમે ગુજરાતના યુવાનોને શું કહેવા માંગશો?

જવાબ ગુજરાતના યુવાનોને કંઇ જ કહેવાની જરૂર નથી પરંતુ ગુજરાતના યુવાનોથી શીખવાની જરૂર છે, શીખવાની વસ્તુ એ છે કે દેશને જ્યારે પણ જરૂર હોય છે ત્યારે ગુજરાતના લોકો દેશને રસ્તો બતાવે છે. દેશમાં જે બેરોજગારીની હાલત છે, દેશમાં જે મોંઘવારીની હાલત છે. જીએસટી અને નોટબંધીના કારણે ઉદ્યોગોનું જે નુકસાન થયું છે ત્યારે ગુજરાતે દેશને એક નવો રસ્તો બતાવવાનો છે. ગઈ વખતે જે ચૂક થઈ ગઈ હતી એ ચૂક આ વખતે નહીં થાય. આ વખતે પરિવર્તન થશે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી મજબૂત રીતે વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે. જનતા આ વખતે કોંગ્રેસને પક્ષમાં આવી ચોક્કસ મોકો આપશે.

પ્રશ્ન છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું છે કોંગ્રેસનું શાસન નથી. ત્યારે આ વખતના ચૂંટણીમાં કનૈયા કુમાર અને કોંગ્રેસ સત્તામાં આવવા માટે બીજા કયા વિષયોને જોઈ રહી છે?

જવાબ ગુજરાતમાં કોંગ્રેસે આઠ વચનો દીધા છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી લોકોને ભરોસો આપી રહી છે કે કે જો અમને મોકો મળશે જનતાના આશીર્વાદ પ્રાપ્ત થશે તો અમે ચોક્કસથી અમારા ગુજરાતને આપેલા આઠ વચનો પૂરા કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.