ETV Bharat / assembly-elections

નેતાની નોટબુકમાં અમી રાવતની રાજકીય સફર અને વર્ચસ્વ

author img

By

Published : Nov 8, 2022, 6:37 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) જાહેર થઈ ચૂકી છે, ત્યારે વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક(Sayajiganj assembly seat) માટે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ માટે દાવેદાર થયેલ અમી રાવત પર પાર્ટીએ ભરોસો વ્યક્ત કરી જવાબદારી સોંપી છે. સામાજીક પીઠબળ અને લોકપ્રિયતાને લઈ તેમનું આગવું મહત્વ છે. તેમના વિશે જુઓ અમારો વિશેષ અહેવાલ નેતાની નોટબુકમાં અમી રાવત( Ami Rawat Netani Notebook).

Ami Rawat Netani Notebook
Ami Rawat Netani Notebook

વડોદરા: શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક(Sayajiganj assembly seat) વિસ્તારમાં રહેતા અને હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અમી રાવત ખૂબ જાણીતા નેતા (Ami Rawat Netani Notebook) તરીકે ઉભરી આવ્યા છે. તેમના પતિ નરેન્દ્ર રાવત પણ કોંગ્રેસના ખૂબ મોટા નેતાઓમાં નામના ધરાવે છે અને ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ETV Bharat Netani Notebook

અમી રાવતની રાજકીય સફર
અમી રાવતની રાજકીય સફર

અમી રાવતનો પારિવારિક પરિચય: તેઓનો જન્મ 13 ડિસેમ્બર 1970ના રોજ વડોદરામાં થયો હતો. તેમણી માતાનું નામ રંજનબેન દેસાઈ અને પિતાનું નામ મધુસુદનભાઈ દેસાઈ છે. પિતા આઈ ટી સેલમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હતા. અમી રાવત આઈ ટી સી એલ સ્કૂલમાં અભ્યાસ કરી વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો. એમ ઇ,બી ઇ (સિવિલ) ,PGHRD નો અભ્યાસ કર્યો હતો. હાલમાં તેઓ વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પદ પર ફરજ બજાવી રહ્યા છે. હાલમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ સયાજીગંજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે.

અમી રાવતનો પારિવારિક પરિચય
અમી રાવતનો પારિવારિક પરિચય

વવ્યવસાય અને કાર્યપ્રણાલી: અમી રાવત વ્યવસાયે એન્વાયનમેન્ટ કન્સલટન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે.
• વર્લ્ડ બેંક (વોટ-સેટ પ્રોજેક્ટ) કન્સલટન્ટ સ્લમ અપગ્રેડીશન પ્રોજેક્ટ
• વોટર સેનીટેશન, પૂર્વ કન્સલટન્ટ, યુનિસેફ ગુજરાત,
• એકઝીક્યુટીવ ડાયરેકટર “ ઓલ ઈન ડેવલોપમેન્ટ ” પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી એનજીઓ
• સેક્રેટરી, ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયર્સ ઈન્ડિયા
• એકઝીકયુટીવ મેમ્બર, ગુજરાત સ્ટેટ અર્બન સ્લમ પોલીસી ફોર્મેશન કમિટી
• ટ્રાઈબલ ડીપાર્ટમેન્ટ ગુજરાત સરકાર કન્સલટન્ટ ચીફ મીનીસ્ટર ૧૦ પોઈન્ટ પોગ્રામ
• મેનજર (એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર),બરોડા સીટીઝન કાઉન્સિલ એનજીઓ) ૨૦૦૩
• તંત્રી, જાગો વડોદરા સમાચાર પત્ર, પખવાડીક

બ્રિટીશ સ્કોલર એવોર્ડથી સન્માનિત
બ્રિટીશ સ્કોલર એવોર્ડથી સન્માનિત

બ્રિટીશ સ્કોલર એવોર્ડથી સન્માનિત: અમી રાવત બ્રિટીશ સ્કોલર, અર્બન પ્લાનર, પર્યાવરણવિદ,સોશ્યલ વર્કર, ટેકનોક્રેટ,સિવીલ એન્જીનીયર તથા એન્વાયનમેન્ટમાં માસ્ટર ડીગ્રી (Ami Rawat Degree) ધરાવે છે. ૨૫ વર્ષથી વડોદરામાં સ્વેચ્છીક સંસ્થાઓમાં તેમજ ડેવલોપમેન્ટ સેક્ટરમાં ઇન્ટરનેશનલ ક્ક્ષાએ એન્વાયનમેન્ટ કન્સલટન્ટ તરીકે કાર્યરત છે. યુનોની યુનીસેફમાં વોટર & સેનીટેશનના કન્સલટન્ટ તરીકે ગુજરાત રાજ્યમાં ખૂબ પ્રવાસ કરી અભ્યાસ કરેલ છે. તેઓ દેશના એન્વાયરમેન્ટ મેનેજરોમાં સૌ પ્રથમ બ્રિટીશ સ્કોલર બન્યા. અને તેઓ યુકે, ઇંગ્લેન્ડ, તથા સ્કોટલેન્ડમાં અભ્યાસન કરેલ છે. તેઓ વિશ્વના અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ફિલીપાઈન્સ, હોંગકોંગ, બ્રસેલ્સ, નેપાળ,બેગકોંગ સહિત દેશોમાંએન્વાયરમેન્ટ માટે અભ્યાસ અર્થે પ્રવાસ કરેલ છે. સૌથી મહત્વની બાબત તેઓ ગુજરાત રાજ્યની સ્લમ પોલીસીના સભ્યપદે રહેલા છે.

રાજકીય ક્ષેત્રે નોધપાત્ર કામગીરી
રાજકીય ક્ષેત્રે નોધપાત્ર કામગીરી

એન્વાયરમેન્ટલ મેપ બુક : વડોદરા મહાનગર સેવા સદન બાબતે અર્બન પ્લાનર તરીકે વિશિષ્ટ નોલેજ તેમજ કોર્પોરેશનના પ્રશ્નોના ખૂબ અભ્યાસી અને અનુભવી છેતેઓ કોર્પોરેશનની તમામ સુવિધા બાબતની “ એન્વાયરમેન્ટલ મેપ બુક ” પણ લખેલ છે. અને સ્લમ રીહેબીલીટેશન ડેવલોપમેન્ટમાં એશિયાનો પાયલટ પ્રોજેક્ટ કરેલ છે. વડોદરાની વિશ્વામિત્રીને જીવંત કરી મધ્ય ગુજરાતના પર્યાવરણને સુધારવાનો વહો વિશ્વામિત્રી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સેવા આપી રહેલ છે.

વિધાનસભા ચૂંટણીમાં મહત્વ
મહિલાના વિકાસ તથા સ્ત્રી સશકિતકરણ ઉત્કૃટ ઉદાહરણ

મહિલાના વિકાસ તથા સ્ત્રી સશકિતકરણ ઉત્કૃટ ઉદાહરણ: શહેર ભોપાલ કરતાં વધુ કેમિકલ ધરાવતી ઓધોગિક નગરી છે. શહેર ડીઝાસ્ટર થાય તેને પહોચી વળવા માટેનો એક્શન પ્લાન ડીઝાસ્ટર મિટિગેસન પ્લાન બનાવ્યો. જે એડીપીસી, બેંગકોક, યુએસએ (અમેરિકા), કલેકટર બીસીસી દ્દ્રારા સંયુકત પ્રોજેક્ટ કર્યો. જેમાં અમી રાવત દેશના ટેકનોલોજીકલ હેઝાડર્સ મીટીગેશન પ્ર્રોજેકટના નેશનલ મેનેજર તરીકે કામ કરી વડોદરાનો શ્રેષ્ટ પ્લાન બનાવવામાં મદદ કરી. શહેરમાં ઔધોગિક હોનારતનું જોખમનું ભારણ ઘટાડવા તથા ડીઝાસ્ટર થયા પછી પહોચી વળવાની વ્યવસ્થા અંગેનો પ્લાન બનાવવામાં મદદ કરી.

શહેરની ઝુંપડપટ્ટી નવીનકરણ માટે નોધપાત્ર કામગીરી : શહેરની ઝુંપડપટ્ટી નવીનકરણ ક્ષેત્રે પ્રદાન અમી રાવતે રામદેવનગર ગોત્રી ખાતેની ઝુંપડપટ્ટીને નેટવર્કીગ દ્રારા સ્થાઈકરણ સ્વાવલંબી બનાવી સમગ્ર એશિયાનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ જેમાં કોમ્યુનિટી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન, યુનિસેફ, ગુજરાત સરકાર દ્રારા બનાવ્યો.શહેરની ઝુંપડપટ્ટીના વિકાસ માટે ગટર, પાણી, સિમેન્ટ રસ્તા, વરસાદી પાણીના નિકાલ માટે લોકભાગીદારીનો પ્રોજેકટ શ્રીમતી અમી રાવતે પૂર્ણ કર્યો. શહેરની 350 ઝુંપડપટ્ટીની યોજનાનો પ્રચાર, પ્રસાર અને જાગૃતિ માટે મીટીગો, કાર્યક્રમો યોજીને સરકારને અહેવાલ સુપ્રત કર્યો. આગવા પ્રદાનથી ગુજરાત સરકારની સ્લમ પોલીસી બનાવવાની કમિટીના સભ્ય બનાવ્યા. જે ગૌરવ વાળી વાત છે.

રાજકીય ક્ષેત્રે નોધપાત્ર કામગીરી
રાજકીય ક્ષેત્રે નોધપાત્ર કામગીરી

રાજકીય ક્ષેત્રે નોધપાત્ર કામગીરી: રાજકીય ક્ષેત્રે (Ami Rawat Political Profile ) અમી રાવત ગુજરાત પ્રદેશ મહિલા કૉગ્રેસ સમિતિ મહામંત્રી તરીકેની ભૂમિકા ભજવી છે ત્યારે બાદ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે વર્ષ 2014માં લોકસભા ઉમેદવાર (વૈકલ્પિક) કૉગ્રેસ તરસફથી નામ નોંધાવ્યુ હતુ. સાથે છેલ્લા બે ટર્મથી વડોદરા મહાનગરપાલિકા માં કોર્પોરેટર તરીકે ચૂંટતા આવ્યા છે અને હાલમાં વિપક્ષ નેતા તરીકે પદભાર સાંભળી રહ્યા છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકર ટિકિટની ઘોષણા થઈ ચૂકી છે.

વિધાનસભા ચૂંટણીમાં મહત્વ
વિધાનસભા ચૂંટણીમાં મહત્વ

વિધાનસભા ચૂંટણીમાં મહત્વ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો પૈકી સયાજીગંજ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમીર આવતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી મોટી મતદાર બેઠક તરીકે ઉભરી આવી છે આ બેઠક વિસ્તાર છાણી નવાયાર્ડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ જનરલ બેઠક પર કુલ 2,93,563 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષો મતદારોની સંખ્યા 1,50,663 છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 1,42,867 નોંધાયા છે. આ બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી મતદારો છે અહીં અન્ય જ્ઞાતિ ના લોકો વસે છે. આ બેઠક પર 2017માં નરેન્દ્ર રાવત કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા અને આ વિધાનસભા ચૂંટણીમાં સયાજીગંજ વિધાનસભા બેઠકની કોંગ્રેસ તરફથી કમાન અમી રાવતને સોંપવામાં આવી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.