સુરત સુરતની બાર વિધાનસભા બેઠકમાંથી (Assembly seat of Surat) પાટીદાર નિર્ણાયક મતો ધરાવતી કામરેજ બેઠક (Kamrej seat with Patidar critical votes) પરથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રફુલ પાનસુરીયા પર વિશ્વાસ બતાવ્યો છે. પ્રફુલ પાનસુરીયા સામે ખેડૂત પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી તરફથી સિવિલ એન્જિનિયર રામ ધડુક છે.
પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી આ વખતે આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ આ બંને ઉમેદવાર સામે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી (Master Degree in Political Science) ધરાવનાર પાટીદાર સમાજથી આવનાર ઉમેદવાર પ્રફુલ પાનસુરીયાને ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા છે. પ્રફુલ પાનસુરીયા આમ તો ઘણા વર્ષોથી રાજકારણમાં છે. અગાઉ તેઓ કામરેજ બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં જ તેઓએ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવી છે.
જાણકારીનો ઉપયોગ હું લોકકલ્યાણ અને રાષ્ટ્રહિત માટે કરીશ પોતાના વિસ્તારમાં પ્રચાર (Gujarat Assembly Election 2022) કરી રહેલા પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જ્યારે કોરોનાકાળ ચાલી રહયો હતો, ત્યારે વિચાર આવ્યો કે આ સમયનો સદુપયોગ કરીને માસ્ટર ડિગ્રી મેળવવી જોઈએ. ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવાનો વિચાર કર્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી (Veer Narmad South Gujarat University) આ માસ્ટર ડિગ્રી મેળવી છે. હવે આ ડિગ્રીથી મળેલી જાણકારીનો ઉપયોગ હું લોકકલ્યાણ અને રાષ્ટ્રહિત માટે કરીશ.