જામનગર: જામનગર પંથકમાં વિધાનસભા (Gujarat Assembly election 2022) ચૂંટણીને લઇ ભારે ગરમાંવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર (All rounder Ravindra Jadeja) રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રીવા જાડેજાની ભાજપ એ પસંદગી કરી છે. પત્નીના પ્રચારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ લોકોને અપીલ કરી છે. સોમવારે રિવાબા (Ravindra jadeja wife Rivaba) જાડેજા ઉમેદવારી પત્ર નોંધાવાશે.
-
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022
રવીન્દ્રની અપીલ: ઉમેદવારી પત્ર નોંધાતી (Jamnagar BJP Rivaba) વેળાએ મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. સોમવારે તારીખ 14 નવેમ્બરના રોજ રીવાબા જામનગર ઉત્તરની વિધાનસભા બેઠક માટે ઉમેદવારી (Nomination form Rivaba jadeja) પત્રક ભરવાના છે. આ પહેલા રવીન્દ્ર જાડેજાએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં તે જામનગરની જનતાને અપીલ કરી રહ્યો છે કે, રીવાબાને મત આપીને સફળતા (Jamnagar Assembly Seat) પ્રાપ્ત કરાવે.
પત્નીનું સમર્થન કર્યું: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મતદાન દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પ્રચાર પડઘમ જોરશોરથી આગળ વધી રહ્યો છે. બીજી બાજું જે તે પક્ષના ઉમેદવારો લડી લેવાના મુડમાં હોય એ રીતે પોતાના સમર્થકો સાથે મળીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે આગેકુચ કરી રહ્યા છે. કોઈ ઘોડા પર બેસીને તો કોઈ ભવ્ય સરઘસ કાઢીને ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. ચૂંટણીના આ માહોલમાં સૌરાષ્ટ્રના શહેર જામનગરમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ફોર્મ ભરવા માટે જવાના છે. જેને લઈને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પત્નીનું સમર્થન કરવાની અપીલ કરી છે.
વીડિયોમાં શું છે: ન માત્ર જામનગરની પ્રજાને પરંતુ, ક્રિકેટ પ્રેમી લોકોને પણ પત્નીને મત આપવા માટેની તે અપીલ કરી રહ્યો છે. તે કહે છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી T20 ક્રિકેટની જેમ આગળ વઘી રહી છે. મારા વ્હાલા જામનગર વાસીઓ અને તમામ ક્રિકેટ પ્રેમીઓ, આપ સૌ જાણો છો કે, વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે. T20 ક્રિકેટની જેમ આગળ વઘી રહી છે. મારા પત્ની રીવાબા જાડેજા પર ભાજપના નેતાઓએ મારા પત્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. 14.11.2022ના રોજ તેઓ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. જામનગરની જનતા તથા જડ્ડુના ક્રિકેટ પ્રેમીઓને વિજય માહોલ બનાવવાની જવાબદારી આપ સૌ પર છે. સવારે 11.00 વાગ્યે મળીએ. સ્થળઃ એમ.પી.શાહ હાઉસ, શરૂ સેક્શન રોડ, સત્યમ હોટેલની બાજુમાં. જામનગર
મોટું રીપ્લેસમેન્ટ: રીવાબા જાડેજાએ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની જગ્યા લીધી છે. જેઓ જામનગર ઉત્તર વિધાનસભામાંથી સફળ થયા હતા. જેમને આ વખતે ભાજપે કોઈ પ્રકારની ટિકિટ આપી નથી. ભાજપે પોતાના ઉમેદવારની કુલ બે યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં કુલ છ મહિલાનો ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પહેલી યાદીમાં કુલ 14 મહિલાઓને તક આપવામાં આવી હતી.
એક પરિવારમાં બે નેતા: જોકે, જ્યારથી ભાજપે રીવાબાને ટિકિટ આપી છે ત્યારથી એના સમગ્ર પરિવારની રાજકીય લોબીમાં ચર્ચા થઈ રહી છે. કારણ એના જ બહેન નયનાબા કોંગ્રેસમાંથી આવે છે. એક જ પરિવારમાં રાજકીય સંગ્રામનું ચિત્ર જોવા મળતા આ વિધાનસભાની ચૂંટણીમાં નણંદ ભોજાઈ વચ્ચે જંગ જોવા મળશે. જોકે, જ્યારે રીવાબા ભાજપમાં જોડાયા એ સમયે પણ કોંગ્રેસમાં રહેલા નયનાબા એ ઘણા આક્ષેપો કરેલા હતા. હવે જ્યારે ભાજપે એમની પસંદગી કરી છે એવા સમયે પણ કોંગ્રેસમાંથી નયનાબા એ એમની જે તે વિસ્તાર પર અસરને લઈને નિવેદન આપ્યું હતું.