અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022) યોજાઈ રહી છે.અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા(Nikol assembly seat of Ahmedabad city) બેઠકએ ઠાકોર પાટીદારનું પ્રભુત્વ ધરાવતી બેઠક (dominated by Thakor and Patidar)છે.આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જગદીશ વિશ્વકર્મા ઉમેદવાર (jagdish vishwakarma bjp candidate) તરીકે જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસે રણજીતસિંહ બારડ (ranjit sih barad congres candidate) અને આમ આદમી પાર્ટીએ અશોક ગજેરાને (ashok gajera aam aadmi party candidate) ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જેથી નિકોલ વિધાનસભાની બેઠક ત્રિપાંખીયો જંગ થશે તે નિશ્ચિત (big fight on nikol between aap,bjp and congres)છે.
નિકોલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર: નિકોલ વિધાનસભા બેઠક ભાજપ દ્વારા જગદીશ વિશ્વકર્મા ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એકમાત્ર નેતા જેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે.જગદીશ વિશ્વકર્માએ 1994માં પોતાની રાજકિય કારકિર્દી શરૂ કરી હતી.જેમાં 2016 અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સેવા આપી હતી.2017 નિકાલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદ રહ્યા અને સહકાર,કુટીર ઉદ્યોગ,મીઠું ઉદ્યોગ માં પ્રધાન તરીકે ફરજ બજાવી છે.
નિકોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર: કોંગ્રેસે રણજીત સિંહ બારડને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાં ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા તેમજ કોંગ્રેસ તરફથી અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
નિકોલ વિધાનસભા બેઠક પર 'આપ'ના ઉમેદવાર: આમ આદમી પાર્ટી દ્વારા નિકોલ વિધાનસભા બેઠક પરથી અશોક ગજેરા ટિકિટ આપવામાં આવી છે. જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી અનેક સામાજિક સંસ્થાઓ સાથે રહીને પણ સામાજિક કામો કરી રહ્યા છે.જેને ધ્યાનમાં રાખીને આમ આદમી અશોક ગજેરાને ટિકિટ આપી છે.
નિકોલ વિધાનસભા બેઠકનું મહત્વ: નિકોલ વિધાનસભા બેઠક 2008 સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો આ બેઠકમાં અમદાવાદ કોર્પોરેશનના ચાર વોર્ડનો સમાવેશ થાય છે.ઠાકોર-પાટીદાર ઇફેક્ટ જોવા મળી આવે છે. આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને અરદ થયેલ બેઠકમાંથી બનાવવામાં આવે છે.ચૂંટણીપંચ સમક્ષ 10 કોઈ વિધાનસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારને દૂર કરવાની માગણી પણ કરવામાં આવી છે. જો કે નવા સીમાંકન 2026 બાદ જ થવાનો હોય 2022 વિધાનસભામાં આ બંને દૂર કરવામાં આવ્યા નથી.
જાતિ સમીકરણ: નિકોલ વિધાનસભાને જાતી સમીકરણની વાત કરવામાં આવે તો બેઠક પર પટેલ મતનું પ્રમાણ 16.7 ટકા,જ્યારે ક્ષત્રિય 10.3 ટકા, મુસ્લિમ, ક્ષત્રિય 7 ટકા,ઓબીસી 8.3 ટકા, દલિત 3.9 ટકા અને પરપ્રાંતિયો 9.8 ટકાનું પ્રભુત્વ ધરાવે છે.
મતદારોની સંખ્યા: નિકોલ વિધાનસભા બેઠક પરના મતદારો કુલ 2,56,269 છે.જેમાં પુરુષ 1,37,349 મતદારો છે.જ્યારે મહિલા મતદારો 1,18,912 મતદારો છે.જેમાં અન્ય 8 મતદારો છે.
2017 પરિણામ: 2017ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી જગદીશ વિશ્વકર્માને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને ટિકિટ આપવામાં આવી હતી જેમાં જગદીશ વિશ્વકર્માને 87,765 મત અને ઇન્દ્રવિજય શિહ ગોહિલને 62,884મત મળ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્માનો 24,881 માંથી વિજય થયો હતો