ETV Bharat / assembly-elections

એરપોર્ટથી આવતા નાણાં પર ચૂંટણી પંચની નજર, કાર્ગો હેન્ડલિંગ પર તપાસ, 282 કરોડ રોકડ જપ્ત - Monitoring and control of election expenditure

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ ( ECO ) દ્વારા કરોડો રૂપિયાની રોકડ પકડવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈને હવે ગુજરાતના 10 મોટા એરપોર્ટ ( Vigilance on Gujarat Airport ) અને ખાનગી હેલીપેડ ( Vigilance on Private Helipad ) ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

એરપોર્ટથી આવતા નાણાં પર ચૂંટણી પંચની નજર, કાર્ગો હેન્ડલિંગ પર તપાસ, 282 કરોડ રોકડ જપ્ત

author img

By

Published : Nov 25, 2022, 10:02 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની બેનામી રોકડ પકડાઈ છે. ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના 10 જેટલા એરપોર્ટ પર ખાસ નજર (ECO Vigilance on Gujarat Airport ) રાખવામાં આવી રહી છે. જ્યારે ખાનગી ચાર્ટડ પ્લેન ( Vigilance on Private Helipad ) પર પણ CISFની નજર રાખવામાં આવી રહી છે. મનીપાવર અંગેે આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને કામગીરી હાથ ધરી છે.

10 જેટલા એરપોર્ટ ઉપર ચૂંટણી પંચની ખાસ નજર

ખાનગી હેલિપેડ પર નજર મહત્વની વાત કરવામાં આવે તો આ બાબતે નાયબ ચૂંટણી અધિકારી કુલદીપ આર્યા ( Kuldeep Arya ) એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 10 જેટલા એરપોર્ટ ઉપર ચૂંટણી પંચની ખાસ નજર છે. આ ઉપરાંત જે ખાનગી ચાર્ટર્ડ પ્લેન ગુજરાતના એરપોર્ટ ઉપર આવી રહ્યા છે તેમનું પણ સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ જે તે વ્યક્તિને બહાર નીકળવા દેવામાં આવે છે. આમ ખાનગી જગ્યા ઉપર પણ જે હેલિકોપ્ટર અત્યારે પ્રચાર પ્રસારમાં છે તેમના ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કાની કામગીરી પૂરજોશમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા બેઠકમાં મતદાન થવાનું છે, મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ ( P Bharti ) વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપ ( Voter Information Sleep) નું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે, પ્રથમ તબક્કામાં 2,39,76,670 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરુષ મતદાર છે. 1,15,42,811 મહિલા મતદારો અને 497 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

એવી બેઠકો જ્યાં સૌથી વધુ ઉમેદવારો પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે બીજા તબક્કામાં પાટણ જિલ્લાના 18-પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 16 હરીફ ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ, જ્યારે અમદાવાદ જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તાર-47-નરોડામાં 17 ઉમેદવારો હોવાથી 49-બાપુનગરમાં 29 ઉમેદવારો હોવાથી અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ વપરાશે.

282 કરોડ રોકડ જપ્ત ખર્ચ દેખરેખ અને નિયંત્રણ વિશે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીએ ( P Bharti ) જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ ( Monitoring and control of election expenditure ) રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.282.08 કરોડની કુલ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.26.37 કરોડની રોકડ રકમ, 3.47 લાખ લિટર જેટલો રૂ.12.45 કરોડની કિંમતનો દારૂ, 938.81 કિલો જેટલું રૂ.61.63 કરોડનું ડ્રગ્સ અને રૂ.14.56 કરોડની કિંમતના 179.76 કિલો સોનુંચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.167.07 કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આચારસંહિતા ભંગ ફરિયાદ મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી ( P Bharti ) એ જણાવ્યું હતું કે રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે. આચારસંહિતાના અમલના ભંગની કુલ 2,423 અરજીઓ મળી છે, જેમાંથી 2,389 નો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 3,822 જનરલ ફરિયાદો મળી છે, તેમાંથી 3,600 અરજીઓનો નિકાલ કરાયો છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 2,364 ફરિયાદો મળી છે, તે પૈકી 2,347 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ પર અત્યાર સુધીમાં 70 ફરિયાદો મળી છે. તે પૈકી 64 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રચાર માધ્યમો પરથી 205 ફરિયાદો મળી છે. જે પૈકી 152 ફરિયાદનો નિકાલ થયો છે. આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 705 ફરિયાદો મળી છે. તે પૈકી 676 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 6,245 ફરિયાદો મળી છે. જેમાંથી 5,989 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલી 256 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.