રાજકોટ: ગુજરાત વિધાનસભાની (gujarat assembly election 2022) પ્રથમ તબક્કાની ચૂંટણીનું(first phase of voting)કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારના પડખા શાંત થઇ ગયા છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ(cr patil bjp state president) આજે અચાનક બપોરના સમયે રાજકોટ ખાતે પહોંચ્યા હતા. રાજકોટમાં પાટીલે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારીઓની સમીક્ષા (A review meeting was held under the chairmanship of CR Patil)કરી. રાજકોટમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે તેને લઈને પાટીલ દ્વારા એક દિવસ અગાઉ આ બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ શહેર-જિલ્લાની 8 બેઠકોને લઈને કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી છે.
ચૂંટણીની તૈયારી અંગેની ચર્ચા કરી: સી.આર પાટીલે રાજકોટના કમલમમાં બેઠક યોજી હતી. તેમજ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપની ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારીઓ છે. તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ છે કે કેમ આ તમામ બાબતોની વિગતો મેળવી હતી. જ્યારે આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટ શહેર અને જિલ્લાની તમામ માહિતી સી.આર પાટીલને આપવામાં આવી હતી. પાટીલ દ્વારા રાજકોટમાં અચાનક બેઠક યોજવામાં આવતા ચર્ચાઓનો દોડ શરૂ થયો હતો.
બીજા જિલ્લાઓમાં પણ રાજકોટ જેવી તૈયારી કરાશે: બેઠક બાદ સી.આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપ વર્ષોથી જીતતું આવ્યું છે. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની કયા પ્રકારની તૈયારીઓ છે તે જાણવા માટે હું આવ્યો છું. તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી તે તમામ બાબતોની ચર્ચા કરી છે. રાજકોટ જેવી તૈયારીઓ અન્ય જિલ્લાઓમાં કરી શકાય તેના માટે હું આવ્યો છું. આ સાથે જ સીઆર પાટીલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પીએમ મોદી પર કરવામાં આવેલ ટિપ્પણી મામલે પણ નિવેદન આપ્યું હતું.
સૌરાષ્ટ્રમાં ભાજપના જૂના નેતા ફરી સક્રિય: પ્રથમ તબક્કાના મતદાન પહેલા સૌરાષ્ટ્રમાં ભાજપના જૂના જોગી ફરી સક્રિય થયા છે. રાજકોટ-પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને હાલના બિહારના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે. મતદાનના બે દિવસ પહેલાં ભીખુ દલસાણીયા રાજકોટ કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે સી.આર પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિતિ રહેલાં જોવા મળ્યા.