ETV Bharat / assembly-elections

સુરતમાંથી 75 લાખની રોકડ મળવા મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ મોરબીમાં મહત્ત્વનું નિવેદન આપ્યું - કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા

મોરબીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે સુરતમાંથી 75 લાખની રોકડ મળવા ( 75 lakhs Cash Seized from Surat) અંગે નિવેદન આપ્યું હતું. અજય ઉપાધ્યાય ( Ajay Upadhyay ) દ્વારા મોરબીમાં ( Congress National Spokesperson statement In Morbi ) આરોપોનું ખંડન કર્યું હતું અને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યાં હતાં.

સુરતમાંથી 75 લાખની રોકડ મળવા મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ મોરબીમાં મહત્ત્વનું નિવેદન આપ્યું

author img

By

Published : Nov 24, 2022, 6:39 PM IST

મોરબી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો પૂરી તાકાત કામે લગાડી પ્રચાર કરી રહ્યા છે ત્યારે સુરતમાંથી 75 લાખની રોકડ રકમ ( 75 lakhs Cash Seized from Surat ) મળવી અને કોંગ્રેસનું કનેક્શન ખૂલવાને કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાય દ્વારા મોરબીમાં આરોપોનું ખંડન કર્યું હતું અને ભાજપ પર પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસ કાર્યકરોને આ મેટર સાથે કોઈ લેવાદેવા નથી

કોંગ્રેસનું કનેક્શન હોય તો સરકાર તેની તપાસ કરાવે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સૌરાષ્ટ્ર પ્રભારી અજય ઉપાધ્યાય આજે મોરબી આવ્યાં હતાં. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમણે સુરતમાં 75 લાખની રોકડ મળવા ( 75 lakhs Cash Seized from Surat ) અંગે તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું કનેક્શન હોય તો સરકાર તેની તપાસ કરાવે. કોંગ્રેસ કાર્યકરોને આ મેટર સાથે કોઈ લેવાદેવા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આતંવાદી સાથે ગૃહપ્રધાનના ફોટો છે ફોટો હોવાથી કઈ સાબિત થતું નથી આ સાજિશ કરવામાં આવી છે.

આરોગ્ય અને શિક્ષણ સેવાઓ અંગે ટીકા વધુમાં રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સેવાઓ અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા હતાં જેમાં અજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મોરબીની આખા દેશમાં આગવી ઓળખ છે. મોરબી પુલ દુર્ઘટનાના ( Morbi bridge Collapse ) મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ડબલ એન્જીન સરકારની વાતો કરે છે પણ રાજ્યમાં એન્જીન ફેલ થઇ ગયું છે. વર્ષ 2017ના મેનિફેસ્ટોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના વચનો આપ્યાં હતાં પરંતુ સરકારી ડેટા કહે છે કે 5 વર્ષમાં નવી કોઈ હોસ્પિટલ કે સરકારી યુનિવર્સિટી બની નથી. શાળાઓ બંધ છે. સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે સૌ કોઈએ કોરોનાકાળમાં જોયું છે કે અમદાવાદ શહેરના રસ્તાઓ પર મૃતદેહ પડેલા જોવા મળ્યાં હતાં.આરોગ્ય ક્ષેત્રમાં સરકારે બહુ ઓછો ખર્ચ કર્યો છે

ઝૂલતો પુલ દુર્ઘટના એ રાજનીતિનો મુદ્દો નથી મોરબી દુર્ઘટના સમયે પીએમ મોદીની મુલાકાત સમયે ઘણું બધું છુપાવવા માટે આવા સમયે રંગરોગાન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફની અછત જોવા મળે છે. ઝૂલતો પુલ દુર્ઘટના એ રાજનીતિનો મુદ્દો નથી માનવતાનો મુદ્દો છે. જવાબદાર વિપક્ષ તરીકે તે અમે ઉઠાવ્યો છે અને મૃતકોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.