ETV Bharat / assembly-elections

વાંકાનેરમાં યોગીએ ચૂંટણીને ગણાવી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની લડાઇ, શું સંદેશો આપ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં ભાજપ હવે પ્રચારની મુદ્રામાં આવી ગયો છે. પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણીપ્રચારમાં ( BJP Election Star Campaigner ) બોલાવવાની શરુઆત યોગી આદિત્યનાથની મોરબીમાં જાહેર સભા ( CM Yogi in Morbi )થી કરી દીધી છે. યુપી સીએમ યોગી આદિત્યનાથે આ ચૂંટણીને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની લડાઇ ગણાવી છે. વધુમાં તેમણે શું કહ્યું તે જૂઓ.

વાંકાનેરમાં યોગીએ ચૂંટણીને ગણાવી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની લડાઇ, શું સંદેશો આપ્યો
વાંકાનેરમાં યોગીએ ચૂંટણીને ગણાવી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની લડાઇ, શું સંદેશો આપ્યો
author img

By

Published : Nov 18, 2022, 2:57 PM IST

મોરબી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળે છે. સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં આજે હિંદુ હૃદય સમ્રાટ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ( BJP Election Star Campaigner ) કિરણ સિરામિક રાતીદેવડી રોડ વાંકાનેર ખાતે વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીના ( BJP leader Jitu Somani ) સમર્થનમાં પ્રચાર માટે આવ્યાં હતાં. આ તકે સીએમ યોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi ) બુલડોઝરને યાદ કરાવી સભા સંબોધતા કહ્યું હતું કે, આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની છે.

  • जनपद मोरबी, गुजरात के विधान सभा क्षेत्र वांकानेर की राष्ट्रवादी जनता डबल इंजन की भाजपा सरकार के साथ है... https://t.co/KLOHVC4jgg

    — Yogi Adityanath (@myogiadityanath) November 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાતીમાં સંબોધનની શરુઆત વાંકાનેરમાં યોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi )સભા સંબોધતા પ્રથમ તો ગુજરાતીમાં કહ્યું હતું કે, હું મોરબી અને વાંકાનેરની જનતાનું સ્વાગત અને અભિવાદન કરું છે. જે સાંભળીને સભા સ્થળે ઉપસ્થિત સર્વેએ હર્ષનાદ કર્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે ( BJP Election Star Campaigner )જણાવ્યું હતું કે હું એ પ્રદેશમાંથી આવું છું. જ્યાં મહાદેવ, શ્રીકૃષ્ણ અને શ્રીરામ ત્રણેયની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. આ પાવનભૂમિ એટલે ઉત્તર પ્રદેશની ધર્મભૂમિ અને આજે હું એ પવિત્ર ભૂમિ પર આવ્યો છું જેણે હંમેશા પડકારોનો સામનો કર્યો છે. જ્યારે ગુજરાતના ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાત અને મોરબીનું શું થશે એવું લોકો વિચારતા હતા પરંતુ પોતાના મજબૂત મનોબળથી આજે મોરબી અને ગુજરાત અડીખમ છે અને સમગ્ર દેશ માટે ઉદાહરણ બન્યા છે. આ ઉપરાંત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ( Morbi Bridge Collapse ) મૃત્યુ પામેલા દિવંગતોને CM યોગી આદિત્યનાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આ ઘટનામાં મોરબી સાથે ઊભો રહ્યો છે. આ સાથે તેમણે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને હાલ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના પણ વખાણ કર્યા હતાં અને એમની સાથે બચાવ કાર્યમાં જોડાયેલા પ્રત્યેક કાર્યકરોને બિરદાવ્યા હતાં.

  • आस्था, उद्यमिता और राष्ट्रीयता की त्रिवेणी गुजरात के मोरबी, भरूच व सूरत जनपद वासियों के मध्य आज मुझे आने का सौभाग्य प्राप्त हो रहा है।

    यहां के राष्ट्रवादी, उद्यमशील और नवोन्मेषी जनमानस से संवाद हेतु उत्साहित हूं।

ગુજરાતના વખાણ યોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi )ગુજરાત મોડલના વખાણ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ અને નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એ વિકાસનું મોડલ આજે સમગ્ર ભારત માટે ઉદાહરણ બન્યું છે. આ ઉપરાંત ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ લડત આપી હતી. કોરોનાના કપરા કાળમાં પીએમ મોદી દ્વારા પ્રત્યેક સમસ્યાઓના નિવારણ માટે શ્રેણીબદ્ધ સકારાત્મ પગલાઓ લેવામાં આવ્યા હતાં. જયારે વિશ્વની મહાસત્તાઓ કોરોનાથી ચિતાગ્રસ્ત થયા હતાં. ત્યારે સરકારે આરોગ્ય અને રાશનની સુવિધાઓ વિનામૂલ્યે પ્રદાન કરી હતી. આવી કલ્યાણકારી યોજનાઓ થકી જ ભારત વિશ્વથી અલગ તરી આવે છે.

મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને યોગી આદિત્યનાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી

ગાંધી સરકારને યાદ કર્યાં વધુમાં યોગી આદિત્યનાથે ( BJP Election Star Campaigner )કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું છે. જે સૌ માટે ગર્વની વાત છે. ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો. સરદાર પટેલે ભારતના વિકાસ માટે દેશી રાજ્યોને વિલીનીકરણ કર્યું ત્યારે આજે આ ભારતભૂમિ બની છે અને અમને ગર્વ છે કે આ દેશની સેવા કરી રહ્યા છે.

ભાજપને વિજયી બનાવવા અપીલ યોગી આદિત્યનાથે ( CM Yogi in Morbi ) વિપક્ષ પર પ્રહાર કરતાં ( Yogi Slams Congress) કહ્યું હતું કે શું તમને એવું લાગે છે કે આજે કોંગ્રેસનું શાસન હોવું જોઈએ! આ ઉપરાંત તેમણે ભૂતકાળમાં ડોકિયું કરતા એવું જણાવ્યું હતું કે, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ એવી હિમાયત કરી હતી કે કોંગ્રેસનું વિસર્જન થઈ જવું જોઈએ પરંતુ હજી સુધી થયું નહીં. આ માત્ર ચૂંટણી નથી સત્ય અને અસત્યની લડાઈ છે આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેની છે. જો કોંગ્રેસનું શાસન હજુ સુધી યથાવત હોત તો શું કાશી વિશ્વનાથ મંદિર બની શક્યું હોત? શું કાશ્મીરમાં 370 ની કલમ નાબૂદ થઈ હોત? કોંગ્રેસના શાસનમાં આવું કંઈ પણ શક્ય બન્યું હોત તેવું સીએમ યોગીએ સભામાં ઉપસ્થિત સર્વેને પૂછ્યું હતું અને અંતમાં દરેક નાગરિકોને ભારતીય જનતા પાર્ટીને ( Gujarat Assembly Election 2022 )પ્રચંડ માત્રામાં મત આપીને વિજય બનાવવાની અપીલ કરી હતી.

યોગી ગુજરાતમાં લોકપ્રિય નોંધનીય છે કે CM યોગીએ ગુજરાતમાં ગત ચૂંટણી સમયે પણ અનેક સભા સંબોધી હતી. ત્યારે તેઓ ઘણાં જ લોકપ્રિય રહ્યાં હતા. તેમણે જે 29 જિલ્લાની 35 સીટ પર પ્રચાર કર્યો હતો તેમાંથી 20 બેઠક ભાજપે કબજે કરી હતી. ગુજરાત ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિકોણીય મુકાબલો ( Gujarat Assembly Election 2022 ) જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી ભાજપે યોગીની સભાનું આયોજન કર્યું હતું. યોગીના આગમન પૂર્વે આજે સાંસદ મોહન કુંડારીયા અન્ય કાર્યકરો સાથે JCBની આગળ પાવડામાં ચડીને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતાં. ચૂંટણી પ્રચારની સાથે જાણે કોઈ સ્ટંટબાજી કરવામાં આવતી હોય તે રીતે આ કાર્યકરો ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યાં હતાં.

વાંકાનેર કોંગ્રેસનો ગઢ ઉલ્લેખનીય છે કે વીતેલા દોઢ દાયકાના પરિણામ મુજબ વાંકાનેર કોંગ્રેસનો ગઢ ગણી શકાય તેમ છે. કારણ કે અહીં મોદી લહેર વચ્ચે પણ ભાજપના ઉમેદવાર જીતથી છેટા રહ્યા છે. ત્યારે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સભા ( CM Yogi in Morbi )પર ભાજપની મીટ મંડાઇ હતી. કોંગ્રેસના વિજય રથને અટકાવવા ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને સફળતા મળે છે કે કોંગ્રેસનો કિલ્લો અડીખમ રહે છે તે સમય જ ( Gujarat Assembly Election 2022 )બતાવશે.

કાંટે કી ટક્કર આ વખતે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી કોની બાજી બગાડે છે તેના તરફ પર રાજકીય પંડિતોની મીટ મંડાઇ છે. કારણ કે ભાજપમાંથી કોળી સમાજને ટિકિટ નહીં મળી જ્યારે આપના ઉમેદવાર કોળી છે. ગત ચૂંટણીમાં અપક્ષ કોળી ઉમેદવાર 31000 મત લઇ ગયા હતા અને પીરજાદા માત્ર 1360 મતની લીડથી જીત્યા હતાં. જેથી અહીં કાંટે કી ટક્કર ( Gujarat Assembly Election 2022 ) થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.