ETV Bharat / assembly-elections

NOTAના બટનથી બગડ્યું પ્રધાનપદનું સપનું, ધોબી પછડાટ સાથે હાર - ગુજરાત વિધાનસભાની ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022) તમામ રેકોર્ડ તોડતા ભાજપે 156 બેઠકો પર વિજય વાવટા લહેરાવ્યા છે. ભાજપની જીત સાથે સોમનાથ, ચાણસ્મા અને ખેડબ્રહ્મા બેઠકની પણ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો NOTAને કારણે ચૂંટણી હારી ગયા (bjp three candidates loses due to nota votes) છે. જોકે, આવું પહેલી વખત થયું નથી કે કોઈ ઉમેદવાર નોટાને કારણે સફળતાથી દૂર રહ્યા હોય.

નોટાના મતને કારણે બીજેપીના આ ઉમેદવારો હારી ગયા ચૂંટણી

author img

By

Published : Dec 12, 2022, 7:25 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) આ વખતે ખૂબ જ રસપ્રદ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને જિલ્લા પંથકમાં જેવું ચિત્ર જોઈએ એના કરતા ક્યાંય ચોંકાવનારૂ સાબિત થયું છે. વિધાનસભાની કુલ ત્રણ બેઠક એવી રહી કે, જેમાં નોટાએ ઉમેદવારોના જીતના સપના પર ઠંડું પાણી ફેરવી દીધું હતું. જોકે, આ ત્રણેય ઉમેદવારના ચહેરાઓ (bjp three candidates loses due to nota votes) ખૂબ ચર્ચામાં રહેલા છે. બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં સત્તા તરફી વલણ જોવા મળતા સૌરાષ્ટ્રમાં ફરી એકવખત કમળ ખીલી ગયું છે. હવે સૌથી વધારે ચર્ચામાં ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સૌરાષ્ટ્રમાંથી કેટલા ઉમેદવારને પ્રધાનપદ મળે છે એની થઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત સોમનાથથી થઈ: પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર પણ NOTAની ઝપેટમાં આવ્યા છે. ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગના પ્રધાન હતા. તેઓ પાટણની ચાણસ્મા બેઠક કોંગ્રેસના દિનેશભાઈ સામે લગભગ 1400 મતથી હારી ગયા હતા. અહીં 3293 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. સોમનાથમાં NOTAને 1530 મત મળેલા છે. હારનું માર્જીન 1000થી ઓછું રહ્યું છે. સોમનાથ બેઠક જીતવા માટે ભાજપે આ વખતે તમામ તાકાત લગાવી દીધી હતી. ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચાર સુધી ભાજપે અનેક પ્રયોગો કર્યા. ભાજપે કોંગ્રેસના કાનાભાઈ ચુડાસમા સામે ધમાકેદાર માનસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, હકીકત એ પણ છે કે, સૌરાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત વડાપ્રધાન મોદીએ સોમનાથથી કરી હતી

અહીં બેઠક પર શાહથી લઈને યોગી સુધીના નેતાઓએ રેલીનું આયોજન કર્યું હતું. પરંતુ NOTAએ ભાજપની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. કોંગ્રેસના કાનાભાઈને 73819 જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72897 મત મળ્યા હતા.

કોને કેટલા મત મળ્યા

  • ભાજપ- 72897
  • કોંગ્રેસ- 73819
  • AAP- 32828
  • નોટા- 1530

60 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ યથાવત: ખેડબ્રહ્મામાં NOTAને 7331 મત મળ્યા, ભાજપ 1664થી હારી છે. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક પર NOTAને સૌથી વધુ 7331 મત મળ્યા છે. અહીં કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના અશ્વિન કોટવાલને 1664 મતથી હરાવ્યા હતા. ચૌધરીને 67349 વોટ અને કોટવાલને 65685 વોટ મળ્યા છે. ખેડબ્રહ્મા બેઠક ભાજપની 7 બેઠકોમાંથી એક છે, જ્યાં તેના વર્તમાન ધારાસભ્ય ચૂંટણી હારી ગયા છે. આ વખતે ભાજપે ગુજરાતની ચૂંટણીમાં 60 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ જાળવી રાખી હતી, જેમાં 53 ધારાસભ્યો ફરી ગૃહમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.

કોને કેટલા મત મળ્યા

  • ભાજપ- 65685
  • કોંગ્રેસ- 67349
  • AAP- 55590
  • નોટા- 7331

NOTAના કારણે તેમને ચૂંટણી હાર્યા: NOTAને કારણે પ્રધાન પદ વિધાનસભામાં ગયું છે. વર્ષ 2021માં ગુજરાતમાં કેબિનેટમાં ફેરબદલ દરમિયાન દિલીપ ઠાકોરની પ્રધાનપદની ખુરશી છીનવાઈ ગઈ હતી. જોકે, હાઈકમાન્ડે ટિકિટ વિતરણમાં ઠાકોર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને પાટણના ચાણસ્માથી ટિકિટ આપી હતી. પરંતુ NOTAના કારણે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના દિનેશભાઈને 86404 જ્યારે ઠાકોરને 85002 મત મળ્યા હતા. જ્યારે 3293 મતદારોએ NOTAની તરફેણમાં મતદાન કર્યું હતું.

કોને કેટલા મત મળ્યા

  • ભાજપ- 86406
  • INC- 85002
  • AAP- 7586
  • નોટા- 3293

5 લાખથી વધુ વોટ NOTAની તરફેણમાં: સમગ્ર ગુજરાતમાં NOTAની તરફેણમાં 5 લાખથી વધુ વોટ મળ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર 501202 લાખ લોકોએ NOTAની તરફેણમાં મતદાન કર્યું હતું. મતલબ કુલ મતદાન ટકાવારીના 1.57%. કમિશન મુજબ, તે 2017 ની સરખામણીમાં થોડું ઓછું છે. 2017માં 551594 લોકોએ NOTA બટન દબાવ્યું હતું. 2013ની ચૂંટણીમાં પહેલીવાર NOTAનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NOTA નું પૂર્ણ સ્વરૂપ ઉપરોક્તમાંથી કોઈ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2013માં રાજસ્થાન-MP સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં NOTAનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ રાજ્યોમાં 1.85% લોકોએ NOTA નો ઉપયોગ કર્યો હતો.2015 માં, કમિશને NOTAનું પ્રતીક બહાર પાડ્યું હતું.

NOTA ને નકારવાનો અધિકાર: NOTA નો ઉપયોગ 13 દેશોમાં પણ થઈ રહ્યો છે. ભારત સિવાય NOTAનો ઉપયોગ 13 અન્ય દેશોમાં પણ થઈ રહ્યો છે. જેમાં અમેરિકા, કોલંબિયા, યુક્રેન, રશિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિનલેન્ડ, સ્પેન, ફ્રાન્સ, ચિલી, સ્વીડન, બેલ્જિયમ, ગ્રીસના નામ સામેલ છે. કેટલાક દેશો એવા છે જ્યાં NOTA ને નકારવાનો અધિકાર મળ્યો છે. આનો અર્થ એ થયો કે જો NOTA ને જીતના માર્જિન કરતા વધુ મત મળે છે, તો ચૂંટણી રદ થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.