ETV Bharat / assembly-elections

કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, ભાજપ કરશે પ્રચંડ પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી એલર્ટ મોડમાં(Political party in alert mode) જોવા મળી રહી છે. ત્યારે ભાજપ(bhartiya janta party) દ્વારા મહાચૂંટણી અભિયાન શરૂ(election campaign) કરવામાં આવશે. ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. કેન્દ્રીય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે.

કેન્દ્રીય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે.

author img

By

Published : Nov 17, 2022, 7:53 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થનાર છે. રાજકીય નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી લીધી છે. ત્યારે ભાજપ દ્વારા મહાચૂંટણી અભિયાન(election campaign) શરૂ કરવામાં આવશે. ભાજપના કેન્દ્રીય નેતાઓ અને મુખ્યપ્રધાન(BJP central leaders and Chief Minister) પ્રચારમાં ભાગ લેશે. શુક્રવારથી ત્રણ દિવસ સુધી અલગ અલગ રાજ્યના મુખ્યપ્રધાનો અને ગુજરાતના સિનિયર નેતાઓ પ્રચાર કરશે.

રાજ્યભરમાં ભાજપનો ચૂંટણી પ્રચાર

89 બેઠકો પર શક્તિ પ્રદર્શન: ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. કેન્દ્રીય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે. વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ સહિત ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ, આસામના CM હિમાન્તા બિશ્વા શર્મા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે.મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ નખત્રાણા આવશે. ઉપરાંત કેન્દ્રીયપ્રધાનો નીતિન ગડકરી, નરેન્દ્રસિંહ તોમર અને અનુરાગ ઠાકુર સહિત સ્થાનિક નેતાઓ પ્રચંડ પ્રચાર પ્રસાર કરશે. હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે.

89 બેઠકો પર શક્તિ પ્રદર્શન
89 બેઠકો પર શક્તિ પ્રદર્શન

સફળ યોજનાઓનો ડોર ટુ ડોર પ્રચાર: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને 18 નવેમ્બરથી શરૂ થનારા ચૂંટણી પ્રચારના કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. તેમણે આ સાથે જણાવ્યું હતું કે "પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને ભાજપ તૈયાર છે. અમે કાર્યકર્તાના બળ પર ચૂંટણી લડીએ છીએ. અલગ અલગ વિધાનસભા કાર્યક્રમો યોજવામાં આવશે. અમે પ્લાનિંગ સાથે કામ કરીએ છીએ. આ સાથે જ રાજ્ય સરકારની સફળ યોજનાઓનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.