ETV Bharat / assembly-elections

નડીયાદ વિધાનસભા બેઠકના અજેય ઉમેદવાર પંકજ દેસાઈ વિશે જાણવું જરુરી છે - ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ચૂંટણી જંગના મંડાણ ( Gujarat Assembly Election 2022 ) થયા છે. ત્યારે આજે ETV Bharat ની વિશેષ રજૂઆત નેતાની નોટબુકમાં વિધાનસભા ચૂંટણીમાં સતત પાંચ ટર્મથી અજેય એવા નડીયાદ વિધાનસભા બેઠકના ( Nadiyad Assembly Seat ) ભાજપના ઉમેદવાર અને લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઈ (BJP Leaders Profile Pankaj Desai ) વિશે જાણીએ.

નડીયાદ વિધાનસભા બેઠકના અજેય ઉમેદવાર પંકજ દેસાઈ વિશે જાણવું જરુરી છે

author img

By

Published : Nov 15, 2022, 4:14 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ખેડા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં રાજકીય પક્ષો દ્વારા મહાસંગ્રામમાં પોતાના મહારથી ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. ભાજપ માટે નડીયાદ વિધાનસભા બેઠકના ( Nadiyad Assembly Seat ) મહારથી ઉમેદવાર પંકજ દેસાઈનો (BJP Leaders Profile Pankaj Desai ) જન્મ 19મી જુલાઈ 1961ના રોજ આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં થયો હતો. તેમણે બીએસસી (કેમિસ્ટ્રી)નો અભ્યાસ કરેલ છે અને તેઓ ખેતી તેમજ વેપાર કરે છે. તેમના પરિવારમાં તેમના પત્ની મારૂલબેન તથા એક પુત્ર અને એક પુત્રી છે.1985 માં તેઓ રાજકારણમાં જોડાયા હતાં.

પંકજ દેસાઇની રાજકીય સફર પંકજ દેસાઈ (BJP Leaders Profile Pankaj Desai ) પ્રથમ વખત 1985માં નડીયાદ નગરપાલિકાના સભ્ય બન્યા હતાં. જે બાદ 1995 માં નડીયાદ નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. પ્રથમ વખત 1999 માં નડીયાદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા બાદ પછીની સતત પાંચ ટર્મથી તેઓ ભાજપના અજેય ધારાસભ્ય રહ્યા છે. આ નેતાની નોટબુકમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પદ તરીકે કાર્યરત હોવાનું પણ નોંઘાયેલું રહ્યું છે..

પંકજ દેસાઈની સેવાકીય પ્રવૃત્તિઓ પંકજ દેસાઈ (BJP Leaders Profile Pankaj Desai ) રોગી કલ્યાણ સમિતિ,ચારૂતર વિદ્યામંડળ, મહાગુજરાત હોસ્પિટલ,નડીયાદ એજ્યુકેશન સોસાયટી,સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ, એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી, મહિલા કોલેજ, ડાહીલક્ષ્મી લાઇબ્રેરી, સરદાર પટેલ યુનિવર્સિટી, નિરાંત સેવાશ્રમ, માનવ સેવા મંડળ સહિતની શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઇને વિવિધ સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.

મોટા આશીર્વાદ
મોટા આશીર્વાદ

સતત ચાર વખત વિધાનસભાના દંડક સતત ચાર ટર્મથી પંકજ દેસાઈ (BJP Leaders Profile Pankaj Desai ) એ વિધાનસભાના દંડક તરીકે સેવા બજાવી છે.2010માં પ્રથમ વખત તેમની દંડક તરીકે નિમણૂક બાદ વિધાનસભાના તેમના અનુભવને લઈને સતત તેમને જ દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ 2010 થી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પદે કાર્યરત છે.જાણે તેઓ કાયમી દંડક બની ગયા છે.

”ગોટિયો” ના હુલામણા નામથી લોકપ્રિય નડીયાદ શહેર સહિત આખા જિલ્લામાં અને ચરોતર પ્રદેશમાં પંકજ દેસાઈ “ગોટિયો”ના હુલામણા નામથી લોકપ્રિય છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત લોકોની વચ્ચે રહી સમસ્યાઓના નિવારણ માટે તેમજ વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. કોઈપણ પ્રશ્ન કે સમસ્યા લઈને આવનાર લોકોની સમસ્યાના ત્વરિત ઉકેલ માટે કાર્ય કરે છે. જેને લઈ તેમની લોકપ્રિયતા સતત વધતી રહી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.