ETV Bharat / assembly-elections

રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપનો છે ભગવો

author img

By

Published : Nov 25, 2022, 2:36 PM IST

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાની (Rajkot district) વાત કરીએ તો કુલ આઠ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી સાત બેઠકો પર હાલ ભાજપના પાસે છે. જ્યારે ધોરાજીની બેઠક(dhoraji assembly seat) પર કોંગ્રેસના લલિત વસોયા હાલમાં ધારાસભ્ય (lalit vasoya congres mla) છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં હંમેશા ભાજપનું પ્રભુત્વ રહ્યું છે.

રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપનો છે ભગવો
bjp-has-saffron-on-seven-out-of-eight-seats-in-rajkot-district

રાજકોટ: રાજકોટ જિલ્લામાં (Rajkot district) વિધાનસભાની કુલ આઠ બેઠકો આવેલી છે. જેમાં રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં (Rajkot city) રાજકોટ પશ્ચિમ(Rajkot West), રાજકોટ પૂર્વ(Rajkot East), રાજકોટ દક્ષિણ(Rajkot south) અને રાજકોટ ગ્રામ્ય (rajkot rural) બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ રૂરલની વાત કરવામાં આવે તો ગોંડલ(gondal assembly seat), જેતપુર(jetpur assembly seat), ધોરાજી(dhoraji assembly seat) અને જસદણ બેઠકનો (jasdan assembly seat) સમાવેશ થાય છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ આઠ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી સાત બેઠકો પર હાલ ભાજપના પાસે છે. જ્યારે ધોરાજીની બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા (lalit vasoya congres mla) હાલમાં ધારાસભ્ય છે.

રાજકોટ પશ્ચિમ: રાજકોટ પશ્ચિમને રાજકોટ 69 બેઠક તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ બેઠક પર અત્યાર સુધીમાં બે મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેમજ એક નાણાં પ્રધાન પણ આ બેઠકે આપ્યા છે. આ બેઠક પર વર્ષ 2017 ની ચૂંટણીમાં વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યપ્રધાન છે તેવું ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપ દ્વારા ડોક્ટર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે સામે કોંગ્રેસ દ્વારા પાટીદાર એવા મનસુખ કાલરીયાને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર દિનેશ જોષીને મેદાને ઉતારવામાં આવ્યા છે.

રાજકોટ પૂર્વ: રાજકોટ પૂર્વ બેઠક પર વર્ષ 2017 ની ચૂંટણીમાં વર્તમાન મંત્રી એવા અરવિંદ રૈયાણીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે આ બેઠક પર ભાજપના અરવિંદ રૈયાણી પ્રથમ વખતે ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ આ વખતે ભાજપ દ્વારા વર્ષ 2022 ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઓબીસી નેતા ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર રાહુલ ભુવાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠકને રાજકોટના જુના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.

રાજકોટ દક્ષિણ: રાજકોટ દક્ષિણ બેઠક પર વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગોવિંદ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે તેઓ લગભગ ત્રણ ટર્મથી આ બેઠક પરથી જીતતા રહ્યા છ. એવામાં આ વખતે ભાજપે ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી એવા રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા હિતેશ વોરાને આ બેઠક પરથી ટિકિટ અપાય છે સામે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ એવા શિવલાલ બારસિયાને આ બેઠક પરથી ટિકિટ અપાય છે. જ્યારે આ બેઠકએ પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. ત્યારે ત્રણેય પાર્ટી દ્વારા પાટીદાર ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ દ્વારા લાખાભાઈ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે તેઓ આ બેઠક પરથી જીત્યા હતા. એવામાં વર્ષ 2022 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ફરી આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ બેઠક પર સુરેશ બથવારને મેદાને ઉતારવામાં આવ્યા છે. તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર વશરામ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ અનામત અનુસૂચિત જાતિની બેઠક છે. વર્ષ 2017ની ચૂંટણીમાં લાખાભાઈની સામે કોંગ્રેસમાંથી વશરામ સાગઠીયા ચૂંટણી લડ્યા હતા અને ખૂબ જ પાતળી સરસાઇથી તેઓ આ ચૂંટણી હાર્યા હતા. ત્યારબાદ તેઓ હવે આપ પાર્ટીમાંથી આ બેઠક પરથી ચૂંટણી લડશે જેને લઇને બેઠક પર રસાકસી જોવા મળશે.

ગોંડલ વિધાનસભા બેઠક: ગોંડલ વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. જ્યારે આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારે ફરી ભાજપ દ્વારા વર્ષ 2022ની ચૂંટણીમાં ગીતાબા જાડેજાને આ બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા છે. એવામાં સામે કોંગ્રેસ દ્વારા આ બેઠક પરથી યતીન દેસાઈને ટિકિટ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી નિમિશા ખૂટને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આ બેઠક પર પણ પાટીદાર મતદારોનું દબદબો જોવા મળે છે.

જેતપુર-જામકંડોરણા વિધાનસભા: જેતપુર જામકંડોરણા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા વર્ષ 2017ની ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી એવા જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે તેઓ આ બેઠક પરથી જંગી લીડથી જીત્યા હતા. એવામાં વર્ષ 2022ની ચૂંટણીમાં ફરી ભાજપ દ્વારા જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા દિલીપ વેકરીયાને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી રોહિત ભુવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આ બેઠક પર વર્ષોથી રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે.

ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક: ધોરાજી ઉપલેટા બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતો વસોયા જીત્યા હતા. ત્યારે ભાજપમાંથી હરિભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ હાર્યા હતા. જ્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત ઉમેદવાર એવા ડોક્ટર મહેન્દ્ર પાડલીયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ફરી ધારાસભ્ય લલિત વસોયાને રીપીટ કરવામાં આવ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર વિપુલ સખીયાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર પણ પાટીદાર મતદારોનો દબદબો રહ્યો છે. ત્યારે ત્રણેય પાર્ટી દ્વારા પાટીદાર ઉમેદવારોને આ બેઠક પર મેદાને ઉતરવામાં આવ્યા છે.

જસદણ વિધાનસભા બેઠક: વર્ષ 2017ની ચૂંટણીમાં જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી કુંવરજી બાવળીયા ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ જતા ફરી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી કુંવરજી બાવળીયા ફરી આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ફરી કુવરજી બાવળિયાને આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. એવામાં કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી તેજસ ગાજીપરાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.