ETV Bharat / assembly-elections

વિધાનસભા ગૃહમાં શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ મેળવનારા એમએલએની શોધખોળ, એક જ ઉમેદવાર લડશે ચૂંટણી - Congress MLA Mohansinh Rathva

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ( Gujarat Assembly Election 2022 ) દાંડી પીટાઇ અને ઉમેદવારી ફોર્મ્સ પણ ભરાવા લાગ્યાં છે. ત્યારે ઈટીવી ભારતને યાદ આવ્યાં વિધાનસભા ગૃહમાં શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ પામનારા નેતાઓની. આ નેતાઓની ચૂંટણી મેદાનમાં કેવી ઉપસ્થિતિ છે તે વિશે તપાસ કરી તો આ જાણવા મળ્યું.

વિધાનસભા ગૃહમાં શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ મેળવનારા એમએલએની શોધખોળ, એક જ ઉમેદવાર લડશે ચૂંટણી

author img

By

Published : Nov 11, 2022, 8:06 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગર લોકસભા સાંસદ સભા અને દેશના અમુક રાજ્યોમાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નામની જાહેરાત કરવામાં આવે છે અને વિધાનસભા ગૃહમાં જ તે ધારાસભ્યને એવોર્ડ આપીને નવાજવાની પ્રથા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ( Rajendra Trivedi ) આ કામગીરીની શરૂઆત કરી છે. ત્યારે વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નિયુકત થયેલા સભ્યો ચૂંટણીથી ( Gujarat Assembly Election 2022 ) દૂર જોવા મળી રહ્યા છે.

કયા કયા ધારાસભ્યો શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે વરણી પામ્યાં આ એવોર્ડની શરુઆત રાજેન્દ્ર ત્રિવેદીએ ( Rajendra Trivedi ) વર્ષ 2020-21માં કરી હતી. ત્યારે ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendra Singh Chudasama ) અને કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને ( Congress MLA Mohansinh Rathva ) બેસ્ટ એમએલએ એવોર્ડ અપાયો હતો. તો 2021-22 માં ભાજપના જીતુ સુખડીયા અને કોંગ્રેસના શૈલેષ પરમારને આ એવોર્ડ અપાયો હતો.

શ્રેષ્ઠ ધારાસભ્યો હાલમાં ક્યાં છે આ ચારેય બેસ્ટ એમએમએની વિગત જણાવીએ તો ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama ) વિજય રૂપાણીની સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે હોદ્દો મેળવ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં અમુક ગણતરીની સરસાઈથી વિજય પ્રાપ્ત થયો હતો. તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં પરિણામ બાબતે પિટિશન દાખલ કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોની જાહેરાત કરે તેના આગલા દિવસે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) નહી લડવાની જાહેરાત કરી છે, જ્યારે ભાજપે તેમનું નામ પણ જાહેર કર્યું નથી.

મોહનસિંહ રાઠવા કોંગ્રેસના આદિવાસી જ્ઞાતિ દિગ્ગજ નેતા હતા અને 2020-21માં તેઓની વિધાનસભા ગૃહમાં શ્રેષ્ઠ એમએમએ તરીકે જાહેરાત કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં એટલે કે 8 નવેમ્બરના રોજ મોહનસિંહ રાઠવાએ ( Congress MLA Mohansinh Rathva ) કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને સાંજે જ ભાજપમાં જોડાયા હતાં પણ હવે તેઓ વર્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )નહીં લડે. જોકે તેમણે પોતાના પુત્ર રાજુ રાઠવાને છોટા ઉદેપુરથી ટિકીટ અપાવી દીધી છે. ભાજપે રાજુ રાઠવાને ટિકીટ પણ ફાળવી દીધી છે.

જીતુ સુખડીયા જીતુ સુખડિયા ( Jeetu Sukhdia ) ભાજપ ધારાસભ્ય છે અને તેઓ બરોડાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓએ માર્ચ એપ્રિલ માસમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )નહીં લડવાની જાહેરાત કરી જ હતી. જીતુ સુખડીયા સતત 4 ટર્મથી સયાજીગંજ બેઠક પરથી જીતીને વિધાનસભા ગૃહમાં પહોંચતાં હતાં. પરંતુ આ વર્ષે પહેલાં જ તેઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી હતી.

શૈલેષ પરમાર વિધાનસભા ગૃહમાં 2022ના બજેટ સત્ર દરમિયાન અધ્યક્ષ નીમાબેન આચાર્યએ શૈલેષ પરમારને કોંગ્રેસના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શૈલેષ પરમાર અમદાવાદના દાણીલીમડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ સતત બે ટર્મથી દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળતા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં તેઓના નામની દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રમાં ( Danilimda Assembly Seat ) કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત ( Shailesh Parmar Fight from Danilimda Seat ) થઈ છે.

2 વર્ષ પહેલાં જ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડનો પ્રારંભ ગુજરાત વિધાનસભા ગૃહમાં બે વર્ષ પહેલા જ ગુજરાતના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ( Rajendra Trivedi ) જ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડની જાહેરાત કરી હતી. જ્યારે અગાઉ આવા કોઈ પણ પ્રકારના એવોર્ડ વિધાનસભા ગૃહમાં આપવામાં આવતા ન હતાં. ત્યારે હવે છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અને ભાજપના બે ધારાસભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડ આપવામાં આવ્યા છે. આમ કુલ ચાર ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્ય ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જોવા નહીં મળે. ફક્ત કોંગ્રેસના એક જ ધારાસભ્ય શૈલેષ પરમાર ( Shailesh Parmar Fight from Danilimda Seat ) જ દાણીલીમડા વિધાનસભા બેઠક ( Danilimda Assembly Seat ) ઉપરથી કોંગ્રેસના નિશાન પર ચૂંટણીજંગ લડશે.

શ્રેષ્ઠ ધારાસભ્ય પસંદગી કેવી રીતે થાય છે વિધાનસભા ગ્રુપમાં શ્રેષ્ઠ ધારાસભ્યની પસંદગીની વાત કરવામાં આવે તો વર્ષમાં યોજાતા બજેટ સત્ર અને ચોમાસા સત્રમાં જે ધારાસભ્યની ગૃહની અંદરની કામગીરી શ્રેષ્ઠ હોય. કોઈપણ પ્રકારની દલીલો ન હોય. કોઈપણ સભ્ય સાથે ખરાબ વર્તન ન હોય અને વિધાનસભાની તમામ કામગીરીમાં સંપૂર્ણ હાજરી હોય તેવા ધારાસભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવે છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કેમ ટિકીટ ન મળી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama ) ભાજપ પક્ષમાંથી છેલ્લા કેટલાય વર્ષોથી ધોળકા વિધાનસભા ઉપરથી બેઠક પરથી જીતે છે પરંતુ આ વખતે જે રીતે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સત્તાવાર રીતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ તાત્કાલિક ધોરણે વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે ઉંમરના કારણે પણ તેમની ટિકિટ કાપવામાં આવી છે.

બીજાને મોકો આપવા ખસ્યાં જીતુ સુખડીયા બરોડાની સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુ સુખડિયાને ( Jeetu Sukhdia ) પણ ટિકિટ પ્રાપ્ત થઈ નથી. વિધાનસભાની ચૂંટણીના છ મહિના પહેલા જ સત્તાવાર રીતે 15 એપ્રિલના રોજ બરોડામાં ગોત્રી હોસ્પિટલમાં પોતાની ગ્રાન્ટમાંથી અમુક સાધનો આપ્યા હતાં તે જ કાર્યક્રમમાં બરોડા શહેર પ્રમુખ વિજય શાહે સયાજીગંજ વિધાનસભા બેઠકો પરથી વર્ષ 2022ની ચૂંટણી જીતુ સુખડીયા નહીં લડે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ જીતુ સુખડિયાએ પણ જણાવ્યું હતું કે હું છેલ્લા ચાર ટર્મથી ધારાસભ્ય છું અને હવે આવનારા દિવસોમાં બીજાને એકવાર મોકો મળી શકે તે માટે હું હવે વિધાનસભાની ચૂંટણી નહીં લડું.

મોહન રાઠવાની ચૂંટણી લડવાની અનિચ્છા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી સમાજના મોટો ચહેરા એવા મોહનસિંહ રાઠવાએ ( Mohansinh Rathva ) પણ ગુજરાત કોંગ્રેસને અલવિદા કરીને 8 નવેમ્બરના રોજ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતાં. ત્યારે તેઓએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે મારે કોઈપણ પ્રકારના પણ અણબનાવ કે તેમનો વિરોધ નથી. પરંતુ મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જનતાની સેવા કરવાનું મન બનાવી દીધેલું હોવાથી હું અને મારા બંને દીકરાઓ સાથે સમર્થકોને લઈને ભાજપમાં જોડાવું છું. જ્યારે તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી કોઈપણ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ન હોવાનું નિવેદન પણ મોહનસિંહ રાઠવાએ આપ્યું હતું.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.