ETV Bharat / assembly-elections

મહિલાઓ માટે 'પિંક બુથ'ની વ્યવસ્થા, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 148 પિંક બુથ ઉભા થશે - મહિલા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat assembly election 2022) લોકો વધુમાં વધુ મતદાન કરી શકે તે હેતુથી લોકોને મતદાન તરફ સહિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અને એક નવા અભિગમો શરૂ (special arrangement to increase voting) કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાની 21 બેઠકો ઉપર પ્રતિ બેઠકે 7 સખી પોલિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે જેમાં કુલ 148 જેટલા સખી પોલિંગ સ્ટેશનમાં ફક્ત મહિલાઓ દ્વારા જ તે પોલિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.

મહિલાઓ માટે 'પિંક બુથ'ની વ્યવસ્થા
arrangement-of-pink-booths-for-women-148-pink-booths-will-be-set-up-in-ahmedabad-district-at-most
author img

By

Published : Nov 23, 2022, 4:14 PM IST

Updated : Nov 23, 2022, 6:14 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat assembly election 2022) લોકો વધુમાં વધુ મતદાન કરી શકે તે હેતુથી લોકોને મતદાન તરફ સહિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અને એક નવા અભિગમો શરૂ (special arrangement to increase voting) કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા એક ડિસેમ્બર અને બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા 5 ડિસેમ્બરના રોજ યોજાશે.રાજ્ય ચૂંટણી પંચ (election commision) દ્વારા તમામ વિધાનસભા બેઠક પર સાત જેટલા મહિલાઓ માટે પિંક બૂથની (Pink booths) સુવિધા કરવામાં આવશે જ્યારે આ પિંક બુથને સખી બુથ તરીકે પણ ઓળખવામાં આવશે.

સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 148 પિંક બુથ: ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત પિંક બુથ એટલે કે સખી પોલિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સૌથી વધુ અમદાવાદ જિલ્લાની 21 બેઠકો ઉપર પ્રતિ બેઠકે 7 સખી પોલિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. જેમાં કુલ 148 જેટલા સખી પૉલીગ સ્ટેશનમાં ફક્ત મહિલાઓ દ્વારા જ તે પોલિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.

મહિલાઓ દ્વારા સંચાલિત બુથ, મહિલા અધિકારીની થશે નિયુક્તિ: ચૂંટણી પ્રક્રિયામાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા સાત મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે. પી. ભારતીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં આવા 1,274 જેટલા સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે. સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તક મળે તેમજ દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી મતદાન મથકનો તમામ પોલીંગ સ્ટાફ દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવશે.

કેટલા જિલ્લામાં કેટલા બુથ હશે કાર્યરત:
જિલ્લા પ્રમાણે બુથની વાત કરીએ તો ક્ચ્છ જિલ્લામાં 42, બનાસકાંઠા જિલ્લામાં 64, પાટણ જિલ્લામાં 27, મહેસાણા જિલ્લામાં 49, સાબરકાંઠા જિલ્લામાં 28, ગાંધીનગર જિલ્લામાં 35, અમદાવાદ જિલ્લામાં 148, સુરેન્દ્રનગર જિલ્લામાં 35, રાજકોટ જિલ્લામાં 56, જામનગર જિલ્લામાં 35, પોરબંદર જિલ્લામાં 14, જૂનાગઢ જિલ્લામાં 33, અમરેલી જિલ્લામાં 35, ભાવનગર જિલ્લામાં 42, આણંદ જિલ્લામાં 49, ખેડા જિલ્લામાં 42, પંચમહાલ જિલ્લામાં 35, દાહોદ જિલ્લામાં 35, બરોડા જિલ્લામાં 70, નર્મદા જિલ્લામાં 14, ભરૂચ જિલ્લામાં 35, સુરત જિલ્લામાં 112, ડાંગ જિલ્લામાં 7, નવસારી જિલ્લામાં 26, વલસાડ જિલ્લામાં 34, તાપી જિલ્લામાં 14, અરવલ્લી જિલ્લામાં 21, મોરબી જિલ્લામાં 21, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14,ગીર સોમનાથમાં 28, બોટાદમાં 14, મહીસાગરમાં 21 ane છોટા ઉદેપુરમાં 21 મતદાન મથકો બનાવવામાં આવશે.

" class="align-text-top noRightClick twitterSection" data="
">

સૌથી ઓછા ડાંગ જિલ્લામાં ફક્ત 7 પોલિંગ સ્ટેશન: રાજ્ય ચૂંટણી પંચે દ્વારા તમામ જિલ્લાની પ્રતિ વિધાનસભા બેઠક બેઠક સાત જેટલા પોલીસ સ્ટેશન મહિલા સંચાલિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ પોલિંગ સ્ટેશન સખી પોલિંગ સ્ટેશન એટલે કે પિંક પોલિંગ સ્ટેશન તરીકે ઓળખવામાં આવશે , જ્યારે ગુજરાત રાજ્યમાં ફક્ત ડાંગ જિલ્લામાં એક જ બેઠક હોવાથી 7 મહિલા સંચાલિત સખી પોલિંગ બુથ ઉભા કરવામાં આવશે જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લામાં 148 સખી પૉલીગ સ્ટેશન શરૂ કરવામાં આવશે, જ્યારે જ્યારે પ્રતિ વિધાનસભા બેઠક દીઠ કયા પુલિંગ સ્ટેશનને મહિલા સંચાલિત સ્ટેશન કરવું તે જ તે જિલ્લા કલેકટર નક્કી કરશે.

Last Updated : Nov 23, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.