ETV Bharat / assembly-elections

ચૂંટણી પહેલા કચ્છ કોંગ્રેસમાં ભંગાણ, 500 કાર્યકરોએ ભગવો ધારણ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાગડમાં કોંગ્રેસમાં ભંગાણ થયું જોવા મળ્યું છે. વિરેન્દ્રસિંહના સમર્થનમાં 500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. રાપર તાલુકામાં (Rapar assembly seat) કોંગ્રેસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ જતાં રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામો કોંગ્રેસ મુક્ત થયા છે.

ચૂંટણી પહેલા કચ્છ કોંગ્રેસમાં ભંગાણ, 500 કાર્યકરોએ ભગવો ધારણ કર્યો
ચૂંટણી પહેલા કચ્છ કોંગ્રેસમાં ભંગાણ, 500 કાર્યકરોએ ભગવો ધારણ કર્યો
author img

By

Published : Nov 19, 2022, 12:19 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભાની 6 નંબરની બેઠક રાપર વિધાનસભા બેઠક (Rapar assembly seat) કે જે એક માત્ર બેઠક છે કે જે ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષ માટે રહી હતી. આ વિસ્તારમાં હાલ કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાની કાર્યશૈલીથી પ્રેરીત થઈ વાગડ કોંગ્રેસના 500 જેટલા પદાધિકારીઓ અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતાં કોંગ્રેસ પાર્ટીમાં ગાબડું પડ્યું હતું.

સામૂહિક રાજીનામા રાપર તાલુકામાં કોંગ્રેસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ જતાં રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામો કોંગ્રેસ મુક્ત થયા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) રાપર બેઠક ઉપર વિપક્ષી ધારાસભ્ય ચૂંટાતા છેલ્લા 5 વર્ષમાં લાંબા અરસાથી પછાત એવા રાપર તાલુકાનું પછાતપણું અનેક ઘણું વધી ગયું છે. વિકાશશીલ તાલુકાના વિકાસની ગતિને બ્રેક જ લાગી ગઈ છે. રાપર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા માંડવી બેઠક ઉપર ગત ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ જાડેજાને મ્હાત આપનાર વિરેન્દ્રસિંહ જાડેજાને ટીકીટ આપતા ભાજપના કાર્યકરો અને તાલુકાના રહેવાસીઓમાં તો ખુશીની લાગણી છવાઈ છે.

ઉપેક્ષાથી નારાજ રાપર પંથકના (Rapar assembly seat) વિકાસ માટે કોંગ્રેસી જોડાઈ રહ્યા છે. ભાજપ મારા પર વિધાનસભા (Gujarat Assembly Election 2022) વિસ્તારમાં પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્યની ઉપેક્ષાથી નારાજ કાર્યકરો વીરેન્દ્રસિંહ જાડેજાની કાર્યપદ્ધતિથી પ્રેરીત થઈ ભાજપમાં જોડાયા છે. અને વાગડના અનેક ગામડાંઓ કોંગ્રેસમુક્ત થયા છે. ગત ટર્મમાં માંડવી- મુંદરા બેઠક પર 4300 કરોડના કામો સાથે વીરેન્દ્રસિંહ જાડેજા રાજ્યમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. અને હવે રાપર પંથકના વિકાસ માટે વીરેન્દ્રસિંહ જાડેજા સાથે સમર્થકો જોડાઈ રહ્યા છે.

હોદ્દેદારો જોડાયા વિવિધ ગામડાઓની સભામાં કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા ભાજપમાં. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા માંડવીની જેમ પછાત રાપર તાલુકાને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઈ જશે. તેવો વિશ્વાસ સ્થાનિક લોકો અને ખુદ કોંગ્રેસના કાર્યકરોમાં પણ વ્યક્ત કર્યો છે. તેમની કાર્ય પદ્ધતિને અનુલક્ષીને તેમણે કરેલા કામો નિહાળીને અખુટ વિશ્વાસ સાથે વાગડના કોંગ્રેસના અગ્રણીઓ, દિગ્ગજો નેતાઓ, કાર્યકરો સામૂહીક રીતે વિરેન્દ્રસિંહ જાડેજાને ઐતિહાસિક લીડ સાથે જીતાડવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે. ભાજપ ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના કાર્યાલવાદ પ્રધાન વિનોદભાઈ થાનકીની યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે યોજાયેલી સભાથી માંડી આજદિન સુધી રાપર વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં યોજાયેલી સભા દરમ્યાન 500થી વધુ અગ્રણીઓ, કાર્યકરો, કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાતા રાપર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં રાપર, ભચાઉ તાલુકાના ગામડાના સરપંચ, સભ્યો, પૂર્વ સરપંચ જોડાયા ભાજપમાંભચાઉ તાલુકાના વાંઢિયામાં તાલુકા કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ સરપંચ, ગ્રામ પંચાયતના પૂર્વ સદ્દસ્ય મળીને 100 કાર્યકરો,ઘરાણામાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને ઘરાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ, ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી, ન્યય સમિતિના ચેરમેન, પંચાયત સભ્ય અને કોલી સમાજના અગ્રણીઓ, વોંધડાના સરપંચ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, માજી ઉપસરપંચ મળીને 250 કાર્યકરો રાપર ભાજપમાં જોડાયા હતા.સામખિયાળી,ભચાઉ,જંગી,લાકડિયા,છાડવારા,હમીરપર,ચોબારી, કલ્યાણપર, ધોળાવીરા,આડેસર, કુંભારીયા,લખાગઢ,વજેપુર,આડેસર,ચિત્રોડના વિવિધ સંગઠનોના મંત્રીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, માજી સરપંચ, ઉપસરપંચ, માજી સદસ્ય મળીને 500થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.