કચ્છ: જિલ્લામાં ફરી એકવાર રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થતું હોવાનું સામે આવ્યું છે. લખપતના જુલરાઇ સીમ વિસ્તારમાં ખાનગી કંપનીના વીજપોલ પર વીજશોકથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થતાં પક્ષી પ્રેમીઓમાં શોક ફેલાયો છે. ખાનગી કંપનીના વીજ થાંભલાના સંપર્કમાં આવ્યા બાદ મોરને શોક લાગતા જીવલેણ સાબિત થયો હતો. ફુલાય સરપંચના પ્રતિનિધિ લાલુભા પઢિયારે વન વિભાગને ઘટના અંગે જાણ કરી હતી. વન વિભાગના અધિકારી અને ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કોઇ અજાણી વ્યક્તિ મોરને ઉપાડી ગઈ હતી.આ સમયે વરસાદ પડતો હોવાથી કોઈ વ્યક્તિ કે પ્રાણી આ મોરના મૃતદેહને લઇ ગયું હોય તેવું લાગી રાયું છે.આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરી એક રાષ્ટ્રીય પક્ષીનું મોત: કચ્છના જુલરાઈ સીમ વિસ્તારમાં વીજશોકથી મોરનો જીવ ગયો
Published : Jul 11, 2024, 12:56 PM IST