ETV Bharat / snippets

રાજ્યમાં યુરિયા ખાતરની અછત હોવાનું દિલીપ સંઘાણીએ સ્વીકાર્યું, કહ્યું- ઉપરથી ન આવતું હોય તો...

author img

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

દિલીપ સંઘાણીની તસવીર
દિલીપ સંઘાણીની તસવીર (ETV Bharat Gujarat)

અમરેલી: રાજ્યમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે, જેને પગલે ખેડૂતો પરેશાન છે. રાજ્યમાં ઘણી જગ્યાઓએ ખેડૂતો દ્વારા ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ વચ્ચે યુરિયા ખાતરની અછત અંગે ગુજકોમોસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. દિલીપ સંઘાણીએ ખાતર અછત વિશે નિવેદન આપતા કહ્યું કે, ઉપરથી ખાતર ના આવતું હોય એ જ કારણ હોય બીજું શું હોય. અમુકમાં ફરિયાદો મળે છે કે ખાતર લેવા ગયાને નથી મળતું. કારણ તો જે સિસ્ટમમાં હોય એ જ કહી શકે. ઇફ્કો બનાવે છે અને ગુજકોમાસોલ વેચે છે, અમે આવે તો વેચીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.