ETV Bharat / state

ભાવનગર પવન ચક્કી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીઃ GEDA પર નારાજ થઈ કોર્ટ

ગુજરાત હાઇકોર્ટે ભાવનગરમાં આવેલી પવનચક્કી કેસ મામલે GEDA પર નારાજગી વ્યક્ત કરી. - Bhavnagar Pawan Chakki case

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ (Etv Bharat Gujarat)

અમદાવાદઃ ભાવનગર પવન ચક્કી કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ભાવનગરમાં આવેલી પવનચક્કી કેસ મામલે GEDA પર નારાજગી વ્યક્ત કરી.

ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે ભાવનગરના વિક્રમ ડાભીએ એડવોકેટ ધ્રુવ દેસાઈ મારફતે એક ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજદારે જણાવ્યું હતું કે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA દ્વારા કેન્દ્ર સરકારના ન્યુ એડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયની ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તે પ્રમાણે રહેણાંક વિસ્તારની 500 મીટરની ત્રિજ્યામાં વિન્ડ ટર્બાઇન નાખી શકાય નહીં. ભાવનગરમાં રહેતા આ અરજદાર ભાવનગર જિલ્લા પંચાયતની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય છે અંગેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદીની ખંડપીઠમાં ચાલી હતી. અરજદારે જણાવ્યું હતું કે, તળાજાના બે ગામો આદેશ ખાનધેરા અને સરતાન પર ગામામાં વિન્ડ ટર્બાઇન નાખવામાં આવી રહ્યા છે. જે ગાઈડલાઈન વિરુદ્ધ છે. આ વિન્ડ ટર્બાઇન નાખવાથી ધ્વની પ્રદૂષણ થાય છે.

ગુજરાત હાઇકોર્ટે કલેક્ટરને ત્રણ ઓફિસરની ટીમ બનાવીને એ સ્થળ ઉપર જઈને તપાસ કરીને તેનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે, રેસીડેન્સીયલ વિસ્તારના 500 મીટરની અંદર આ વિન્ડ ટર્બાઇન નાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તેમને જમીન ફાળવી છે. જોકે 25 મેગા વોટથી ઓછા વિન્ડ ટર્બાઇન ધ્વનિ પ્રદૂષણ કરતા નથી. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ 500 મીટરની ત્રિજ્યામાં 15 થી ઓછા મકાનો હોય તો વિન્ડ ટર્બાઇન નાખી શકાય છે. તેમાં ફાર્મ હાઉસનો પણ સમાવેશ કરી શકાય નહીં. કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, તો શું રાજ્ય સરકારનું સર્ક્યુલર કેન્દ્ર સરકારના નિયમોને બદલી શકે? કલેકટરના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ખાનધેરા અને સરતાનપર ગામમાં રહેણાંક વિસ્તારના 500 મીટરની અંદર પવનચક્કી નાખવામાં આવી છે.

આ મુદ્દે પવન ચક્કી નાખનાર કંપનીની તરફથી હાઇકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, પ્રાઇમરી સ્કૂલએ પબ્લિક યુનિટ છે તો એના માટે 500 મીટર નહીં પરંતુ તેના કરતાં ઓછા મીટરના ક્રાઈટેરિયા લાગુ પડે છે. આવા જડ નિયમોને સાંભળીને કોર્ટ પણ અકળાઈ હતી, પરંતુ કોર્ટે GEDA ના ચેરમેનને આ બાબતે તપાસ કરીને જણાવવા હુકમ કર્યો હતો. GEDA ચેરમેને આ મુદ્દે સોગંદનામુ ફાઇલ કર્યું હતું.

તેમાં જણાવ્યું હતું કે, ગાઈડ લાઇનનો ભંગ થયો છે રેણાક અને શાળાની 500 મીટર કરતા અંદર ના વિસ્તારમાં પવન ચક્કી લાગેલી છે કોર્ટે ઓથોરિટીને તેની ભૂલ સુધારવાનું કહ્યું હતું અને સાથે કોર્ટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં દખલગીરી કરવા માંગતી ન હોવાનું કહ્યું હતું.

આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, 18 થી 20 કરોડના ખર્ચે આ પવનચક્કી નખાઈ રહી છે. જોકે કોર્ટે કહ્યું હતું કે, તમને મંજૂરી આપવામાં આવે તો કાલે બીજા 100 લોકો આમ ગાઈડ લાઈનનું ઉલંઘન કરીને મંજૂરી માંગવા આવશે. ત્યારે કંપની જણાવ્યું હતું કે આ પવનચક્કીઓ ઝીરો પોલ્યુશન કરે છે અને વર્તમાનમાં 2016 ની ગાઈડલાઈન ચાલી રહી છે.

ક્યારે કોર્ટે કહ્યું હતું કે, પોલિસી બનાવવા વાળાએ 500 મીટરની ગાઈડલાઈન વિચારીને જ બનાવી હશે. તો સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન તો માનવી જ પડે. જો GEDA પગલા ના લે તો સરકાર લેશે. ત્યારબાદ હાઇકોર્ટ એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો હતો કે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇનનો અમલ કરવામાં આવશે કે કેમ? આ ભૂલ કેવી રીતે અને કોણ સુધારશે? પ્રાથમિક શાળાને તેઓ રહેણાંક વિસ્તાર ગણે છે કે નહીં? આ આ મામલે વધુ સુનાઓની 22 નવેમ્બરે થશે.

  1. માતાના અસ્થિ વિસર્જન કરતો પુત્ર નદીમાં ડૂબ્યો, પોત્રએ પણ ઝંપલાવ્યું, વડોદરાના પરિવાર સાથે ચાંદોદમાં કરુણ ઘટના
  2. VIDEO: સુરતમાં કારના બોનેટ પર બેસી બર્થ-ડેની ઉજવણી યુવતીને ભારે પડી, પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.