હૈદરાબાદ: સ્વદેશી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ નવી Bajaj Pulsar N125નું અનાવરણ કરીને તેની પલ્સર લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. જોકે કંપનીએ આ બાઇક વિશે સંપૂર્ણ માહિતી શેર કરી છે, પરંતુ હજુ સુધી તેને લોન્ચ કરવામાં આવી નથી. બજાજે તેના ટેક્નિકલ સ્પેસિફિકેશન કે કિંમત વિશે કોઈ માહિતી આપી નથી.
બજાજ પલ્સર N125 એગ્રેસિવ પલ્સર સ્ટાઈલિંગ ધરાવે છે, તેને નવી ઓળખ આપવામાં આવી છે જે તેને અન્ય મોડલ્સથી અલગ પાડે છે. સૌપ્રથમ, LED હેડલાઇટ એ સંપૂર્ણપણે નવું યુનિટ છે, અને N125માં આગળના ભાગમાં ઘણી બધી પ્લાસ્ટિક ક્લેડીંગ છે.
નવી પલ્સરમાં ડિઝાઈન હશે ખાસ
બાઈકમાં ફોર્ક કવર અને હેડલાઇટની આસપાસની ચારેય તરફ પેનલને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે હેડલાઇટની આસપાસની પ્લાસ્ટિક પેનલ તમે પસંદ કરેલા શેડના આધારે અલગ-અલગ રંગોમાં હશે.
Bajaj Pulsar N125 ના વ્હીલ્સ મોટા પલ્સર N150 જેવા જ છે અને તેની ડિસ્પ્લે અને ઈન્ડિકેટર બજાજ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ ફ્રીડમ 125 CNG જેવા જ છે. આનો અર્થ એ છે કે Bajaj Pulsar N125 માં બ્લૂટૂથ કાર્યક્ષમતા બિલ્ટ-ઇન હોઈ શકે છે.
પલ્સર સીરિઝમાં કંપનીની પાંચમી બાઈક
પલ્સર N125 ને સાઇડ પેનલ્સ અને ટેલ સેક્શન પર કેટલાક નવા ગ્રાફિક્સ પણ મળે છે. તેના મુખ્ય હરીફોની જેમ, TVS Raider અને Hero Xtreme 125R, Pulsar N125 પણ સ્પ્લિટ સીટ ધરાવે છે. બજાજ પલ્સર N125 એ પલ્સર 125, પલ્સર NS125, ફ્રીડમ 125 અને CT 125X પછી 125cc કેટેગરીમાં બજાજની પાંચમી ઓફર હશે, અને તે આ લિસ્ટમાંના અન્ય મોડલ્સ સાથે તેના કોઈપણ ફીચર્સને શેર કરે છે કે કેમ તે જોવાનું બાકી છે.
કેટલી હોઈ શકે છે કિંમત?
Bajaj Pulsar N125 ની કિંમત Hero અને TVS ના તેના હરીફો જેવી જ હોવાની શક્યતા છે, તેથી તેની કિંમત 90,000 થી 1.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની આસપાસ રહેવાની ધારણા છે.