ETV Bharat / snippets

ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, એક્શન મોડમાં આરોગ્ય વિભાગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 8:39 AM IST

ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ
ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ (ETV Bharat Reporter)

ખેડા : જિલ્લામાં ચાંદીપુરા વાયરસના એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે. મહુધા તાલુકાના મંગલપુરમાં વધુ એક કેસ નોંધાયો છે. જેમાં દોઢ વર્ષીય બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા તેને નડીયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. જ્યાં હાલ તેની તબિયત સ્થિર છે. સેમ્પલ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. નવા નોંધાયેલા આ કેસને પગલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મંગળપુર ગામમાં ફોગિંગ અને ડસ્ટીંગ કરવામાં આવ્યું, તેમજ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધી છ કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાંથી મહેમદાવાદના પથાવતના પાંચ વર્ષીય બાળકનું મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.