ETV Bharat / snippets

માંગરોળના મોટા બોરસરા ગામમાં એક યુવકે આપઘાત કરી જીવનનો અંત આણ્યો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 4:14 PM IST

માંગરોળના મોટા બોરસરા ગામમાં એક યુવકે આપઘાત કરી જીવનનો અંત આણ્યો
માંગરોળના મોટા બોરસરા ગામમાં એક યુવકે આપઘાત કરી જીવનનો અંત આણ્યો (Etv Bharat Gujarat)

સુરત: જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં એક યુવકનો લીમડાના ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાતા કોસંબા પોલીસ તુરંત જ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહનો કબજો લઇને તેઓના વાલી વારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવક સુરતના ઓલપાડ તાલુકાના સોંસક ગામનો ચેતન ભાઈ હસમુખ ભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.