એક તરફ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બીજી તરફ આદિવાસી સમુદાયે આપ્યું કેવડિયા-એકતા નગર બંધનું એલાન - World Tribal Day 2024 - WORLD TRIBAL DAY 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 9, 2024, 2:19 PM IST
નર્મદા: આજે 9 ઓગ્સ્ટે સમગ્ર જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ ઘટનામાં તેઓના કરુણ મોત થયા હતા. જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો જેના પગલે આજે સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક રીતે કેવડિયા બંધ અને ગરૂડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજે આજે બજારમાં આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ સાથે સાથે આદિવાસી યુવાનોને ન્યાય મળે અને પ્રાંતના લોકોને રોજગારીની જગ્યાએ સ્થાનિકોને નોકરી આપવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી. તેવું કેવડીયાના કોંગ્રેસ આગેવાન રણજિત તડવી (આદિવાસી)એ કહ્યું હતું. ઉપરાંત "હમ સબ એક હે" ના નારા લગાવવામાં આવ્યા હતા.