વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને ટિકિટ અપાશે તેવા ડરથી ભાજપમાં જ આંતરિક વિરોધ - Gujatat By election - GUJATAT BY ELECTION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-03-2024/640-480-21061620-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Mar 24, 2024, 1:59 PM IST
મહેસાણાના વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારથી વિવાદ સામે આવી રહ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્ય સી જે ચાવડાનો અત્યારથી વિરોધ જોવા મળી રહ્યો છે. આયાતી ઉમેદવારને ટિકિટ અપાશે તેવા ડરથી ભાજપમાં જ આંતરિક વિરોધ સાથે વિજાપુરના સરદારપુર સહિત કડવા પાટીદાર સમાજમાં આંતરિક વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. સ્થાનિકો નિવેદન કરી રહ્યા છે કે સી જે ચાવડાને જો સેવા કરવી હોય તો ભાજપમાં રહી 5 વર્ષ સેવા કરે અને પછી ભાજપ આવતી ચુંટણીમાં ટિકિટ આપે. જો આયાતી ઉમેદવાર મુકવામાં આવે તો ભાજપના કાર્યકર્તાઓ જ અપક્ષમાં વોટ આપે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. સી જે ચાવડાને જો ભાજપમાંથી ટિકિટ મળે તો મતદારો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ભાજપના પાયાના કાર્યકર્તાને ટીકીટ મળે તેવી માંગ કરી રહ્યા છે.