Surat: સુરતના રૂપણ ગામે દીપડાની દહેશત, દીવાલ પર બેઠા બે દીપડાનો વીડિયો વાયરલ - સુરત ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 9:40 AM IST
સુરત: માંડવી તાલુકાના રૂપણ ગામના દીપડાઓની ગતિવિધી સામે આવી છે. રૂપણ ગામની પ્રકાશ નગરની સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર બે દીપડા બેઠા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. શિકારની શોધમાં અવાર-નવાર આ વિસ્તારમાં દીપડા આવી ચડતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે ગામના ખેડૂત જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે દીપડાઓ આ રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારી મરધા, કુતરા, વાછરડા, સહિતના પશુ-પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. તેથી રૂપણ ગામની સીમમાં દીપડાને પકડવા માટે વનવિભાગ જરૂરી પગલા ભરે. બીજી તરફ માંડવી વન વિભાગના અધિકારી વાંદા ભાઈએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અવાર-નવાર દીપડાઓ શિકારની શોધમાં આવતા હોય છે. પણ કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડતા નથી,સ્થાનિકો દ્વારા પણ આ બાબતે હજુ પાંજરું મૂકવાની રજૂઆત અમારી પાસે આવી નથી.