જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો - umarpada rain
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લાના છેવાડે આવેલ અને ચારેય બાજુ જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં આજરોજ 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇને ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી. ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે, ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં આજરોજ સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઇને નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. નદીઓ પર બાંધવામાં આવેલ ઘણા નાના ચેકડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ઉમરપાડા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે.