તાપી: ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીની સમય આવરદા પૂર્ણ થતાં તોડી પડાઈ - TAPI UKAI THERMAL POWER STATION - TAPI UKAI THERMAL POWER STATION
🎬 Watch Now: Feature Video
Published : Sep 4, 2024, 9:28 PM IST
તાપી: જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ સ્થિત થર્મલ પાવર સ્ટેશનની 1977 થી કાર્યરત બે ચીમનીની સમય આવરદા પૂર્ણ થઈ ગઈ હતી, સાથે વીજળી ઉત્પાદનની કોસ્ટ પણ વધુ આવતા બન્ને ચીમનીને આજે વહેલી સવારે પૂરી સેફ્ટી સાથે આધુનિક પદ્ધતિ થી એક નંબર અને બે નંબર ની ચીમની ને બ્લાષ્ટિંગ કરી તોડી પાડવામાં આવી હતી. એક ચીમની માં 120 મેગા વોલ્ટ એમ બન્ને ચીમની થઈ કુલ 240 મેગવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જેને લઈ આ બન્ને ચીમનીની જગ્યા પર નવો 800 મેગા વોલ્ટનો પ્લાન્ટ નાખવામાં આવશે. હાલ નવા 800 મેગા વોલ્ટના પ્લાન્ટનો રીપોર્ટ એપ્રૂવલ માટે મોકલવામાં આવ્યો છે. પ્લાન્ટ એપ્રૂવલ થાય પછી, ત્યાં નવા 800 મેગા વોલ્ટના પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે.