ટ્રક ડિવાઈડર કુદીને દુકાનમાં ઘુસી ગઈ, 1 પોલીસકર્મીનું મોત, ડાંગના સાપુરતારા પાસે 4 દિવસમાં બીજો અકસ્માત - truck accident in dang - TRUCK ACCIDENT IN DANG
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-07-2024/640-480-21930282-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 12, 2024, 8:54 AM IST
ડાંગ: સાપુતાકાના શામગહાનમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. એક ટ્રક માર્ગની સાઇડમાં આવેલી દુકાનમાં ઘુસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ડીવાઈડર કુદીને દૂકાનમાં ઘુસી ગઈ હતી, આ દુર્ઘટનામાં દુકાનમાં ઉભેલા એક પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ટ્રક નીચે કોઈ દબાયેલ છે, પરંતું ક્રેઈનની મદદથી ટ્રકને સાઈડ પર લગાવતા અન્ય કોઈ દબાયેલું જોવા મળ્યું ન હતું. સાપુતારાના શમગાહાનમાં ચાર દિવસની અંદર આ બીજો અકસ્માત સર્જાયો છે. ટ્રકનું ટાયર ફાટતા અને ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનું કાબુ ગુમાવતા આ ટ્રક દુકાનમાં ઘુસી ગયો હતો.