પગ લપસવાથી તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિના મોત, ટંકારાના વીરપર ગામની કરૂણ ઘટના - Two persons drowned in lake - TWO PERSONS DROWNED IN LAKE
🎬 Watch Now: Feature Video
Published : Sep 1, 2024, 4:27 PM IST
મોરબી: ટંકારાના વીરપર ગામે કરુણ બનાવ બન્યો હતો. જેમાં તળાવના સામાકાંઠે રીક્ષા લેવા બે વ્યક્તિ જતાં હતા ત્યારે કોઝવેમાં પગ લપાસતા તળાવના પાણીમાં ડૂબી જતા બંનેના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. તળાવમાં શોધખોળ કરી હતી જોકે ફાયર ટીમને બંનેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 42 વર્ષીય પ્રવીણભાઈ નરશીભાઈ સનારીયા અને 32 વર્ષીય પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનારીયા બંને કોઝવે પરથી સામાકાંઠે રીક્ષા લેવા માટે જતા પગ લપાસતા તળાવના પાણીમાં ગરક થયા હતા. આ સંપૂર્ણ બાનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. બંને મૃતદેહ પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. વીરપર જેવા નાના ગામમાં બે વ્યક્તિના ડૂબવાના કારણે મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.