ખેડામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ, બજારોમાં પાણી ભરાતા લોકો પરેશાન - rain in kheda - RAIN IN KHEDA
🎬 Watch Now: Feature Video
Published : Jun 30, 2024, 2:43 PM IST
ખેડા: ધીમે ધીમે ચોમાસું માહોલ જામી રહ્યો છે. જીલ્લાના વિવિધ વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે છુટાછવાયા ઝાપટા થયા હતા. સાંજથી નડીયાદ, ડાકોર, મહુધા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. આજે શનિવારે દિવસ દરમ્યાન નડીયાદ, માતર, મહુધા, ખેડા, વસો અને ઠાસરા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. જિલ્લામાં ધીમી ગતિએ ચોમાસું માહોલ જામતા વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળવા પામી છે. ત્યારે ખેડુતોને પણ સારા વાવણીલાયક વરસાદની આશા બંધાઈ છે. વરસાદ થવાથી શહેરના માર્ગોમાં વરસાદ પડવાથી રસ્તાઓ પાણીથી તરબોળ થઇ ગયા હતા અને બજારોમાં પાણી ભરાઇ જવાથી રાહદારીઓને અને વાહન ચાલકોને ખુબ હાલાકીનો સામનો થઇ રહ્યો છે.