Quantity of Government Grains : દાંતા માંથી પુરવઠા વિભાગે લાખો રૂપિયાનો ગેરકાયદેસર લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો - સરકારી અનાજનો જથ્થો
🎬 Watch Now: Feature Video
Published : Feb 2, 2024, 2:51 PM IST
બનાસકાંઠા : જિલ્લાના દાંતા તાલુકાને પછાત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં અનેક વખત સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ સગેવગે થતી હોવાની બુમરાડ ઊઠતી રહી છે. જીલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરીને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી દાંતાના સરકારી માલ ગોડાઉન વિસ્તારમાંથી ચોખાની ભરેલી ગુણીઓ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જોકે આ પાંચ ગાડીઓમાં અંદાજે 30 ટન ચોખાનો માલ ભરેલો હતો, તે તમામ માલને સીઝ કરી દેવામાં આવ્યો છે. અંદાજે રૂપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે તપાસ હાથ ધરી : આ મામલે દાંતાના વારીસ પઠાણના નામના ઇસમ આ માલ સગેવગે કરતા હોવાનુ ચર્ચામાં આવ્યું હતું. અગાઉ પણ રતનપુર વિસ્તારમાંથી આ જ વ્યક્તિનો સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર માલનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ફરી તેનું નામ ખુલ્લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દાંતા તાલુકા વિસ્તારમાં દુકાનનો કાળો કારોબાર લાંબા સમયથી ચાલતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, ત્યારે આ જથ્થો ઝડપાતા જિલ્લા કલેકટર વરુણ બરનવાલએ પણ સખ્ત કાર્યવાહી કરવા અને આ માલ આગળ ક્યા લઈ જવાતો હતો અને કોના દ્વારા લઈ જવા હતો અને શા માટે લઈ જવાતો હતો. આ તમામ પ્રક્રિયા તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી થાય તેવા સૂચનો કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે.
સમગ્ર માલને સીઝ કરી દેવામાં આવ્યો છે : પ્રાથમિક તબક્કે જાણવા મળતી માહિતી મુજબ અનાજનો આ જથ્થો ગાંધીધામ લઈ જતા હોવાનું જાણવા મળેલ છે. અને આ માલ ગાંધીધામ પહોંચે તે પહેલા જ જિલ્લા પુરવઠા અધિકારીએ આ માલને પકડી પાડવામાં સફળતા મળી હતી.