ઉમેદવારની હાજરી વગર જ મુખ્યમંત્રીએ મોરબીમાં સભા સંબોધી, ભાષણમાંથી મોરબીનો મુદ્દો જ ગાયબ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 5:34 PM IST
મોરબી: લોકસભા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જોકે મુખ્યમંત્રીની સભામાં મોરબી જિલ્લાને લાગુ પડતા એકપણ ઉમેદવાર હાજર નહોતા ત્યારે આ કેવી સભા હતી અને મુખ્યમંત્રીએ કોના માટે પ્રચાર કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. ઉમા ટાઉનશીપ ખાતે આજે મુખ્યમંત્રીએ કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સભાને સંબોધન કર્યું હતું. જો કે જે ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી તે ઉમેદવાર આ સભામાં હાજર નહોતા. એટલું જ નહી મોરબી જિલ્લાને રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર બેઠક મતદાનમાં લાગુ પડતી હોય તેમાના ત્રણ પૈકી એકપણ બેઠકના ભાજપ ઉમેદવાર સભામાં ઉપસ્થિત ન હતા. ત્યારે આ પ્રચાર કોના માટે કર્યો તે મોટો સવાલ બન્યો હતો. એટલું જ નહિ મુખ્યમંત્રીએ સભામાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનના વખાણ કર્યા હતા. તેમનું સમગ્ર ભાષણ કેન્દ્ર સરકારની સિધ્ધિઓ આધારિત હતું. જો કે આ દરમિયાન મોરબીનો તેમની સ્પીચમાં ક્યાય ઉલ્લેખ થયો નહી. મોરબીમાં સાંસદે શું કામ કર્યા તેની કોઈ વાત જ કરી ન હતી. મુખ્યમંત્રીની સભામાં આવનાર દરેક લોકોને મીઠાઈના 2 બોક્સ આપવામાં આવ્યા હતા.