માંગરોળના શાહ ગામે હડકાયા કૂતરાનો આતંક, એક સાથે 6 લોકોને હડકાયું કૂતરુ કરડ્યું - dog bite in mangrol - DOG BITE IN MANGROL
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 9:02 PM IST
સુરત: માંગરોળ તાલુકાના શાહ ગામે હડકાયા કૂતરાએ હુમલો કરીને 6 જેટલા લોકોને બચકા ભરીને આતંક મચાવ્યો હતો. શાહ ગામના રમણ વસાવા સવારના સમયે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક હડકાયું કૂતરું આવી તેમના હાથ અને પગ ઉપર બચકા ભરીને તેને લોહીલૂહાણ કરી નાખ્યા હતા, ત્યારબાદ શાહ ગામના જશવંત વસાવા અને 4 પરપ્રાંતિય કામદારો ઉદય મહેન્દ્ર સરદાર સુરજ વિજેન્દ્ર ઠાકુર, સોનલ ગુડ્ડુ જાદવ અને મનીષ પ્રભુ હરીજન સહિત કુલ 6 લોકોને કુતરાએ બચકા ભરતા તમામ લોકોએ માંગરોળ ખાતે આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી. જેમાં 2 વ્યક્તિને કુતરાએ બચકા ભરી વધુ ઇજાઓ કરી હતી. જેથી તેઓને સ્થાનિક ડોક્ટરે રેબીસ ઈમીનોગ્લોબીન વેક્સિન લેવા માટે જણાવવામાં આવ્યું હતું. વેક્સિન હાલ સુરત સરકારી નવી સિવિલ હોસ્પિટલે મળતી હોવાથી ગરીબ દર્દીઓને સુરત સુધી જવું મુશ્કેલ બને છે ત્યારે સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેબીસ ઇમીનોગ્લોબીન વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે.