તાપી: હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ - TAPI HEAVY RAIN
🎬 Watch Now: Feature Video
તાપી: હવામાન વિભાગની આગવી વચ્ચે તાપી જિલ્લામાં ગત રોજ સમી સાંજથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વ્યારા શહેરમાં મોડી રાત્રિ દરમિયાન અનેક સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી, ત્યારે વ્યારાના મિશન નાકા નજીક ગુઠાં સમાં પાણી ભરાય ગયા હતા. વ્યારા પાલિકાના જાગૃત કોર્પોરેટર પરેશ શાહ ખડેપગે ઊભા રહી રાત્રે 2 કલાકે વ્યારા નગર પાલિકાના કોર્પોરેટર અને અન્ય કર્મચારીઓ દ્વારા પાણી નિકાલ ની કામગીરી કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વ્યારા માં 211 mm, સોનગઢ 159 mm, વાલોડ 799 mm, નિઝર 57 mm, ઉચ્છલ 65 mm, કુકરમુંડા 36 mm, ડોલવણ 26 mm જેટલો વરસાદ તાપી જિલ્લામાં ખાબક્યો હતો.